પૃષ્ઠ:Divadi.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવર્ણાક્ષર


અત્યંત ધનિક પિતા હોય, તેમણે રહેવા માટે જુદાં જુદાં શહેરમાં આલેશાન મકાન બંધાવ્યાં હોય, સંતાનો માટે દેશ-પરદેશ જવાની સારા પ્રમાણમાં સગવડ રાખી હોય અને અમલદારો અને નેતાઓ તથા શ્રેષ્ઠ સ્થાને બિરાજી ચૂકેલા કલાકારોની વર્તમાન યુગમાં મળતી સોંઘી મૈત્રીની કુટુંબને સગવડ આપી હોય, એવા પિતાના પુત્ર બનવું એ મહાભાગ્યની નિશાની છે. વર્તમાન યુગ આવા ભાગ્યશાળી પિતાપુત્રો ઠીક ઠીક પ્રમાણમાં ઉત્પન્ન કરે છે.

ચંદ્રકાન્ત એવા એક પિતાનો પુત્ર હતો. સગવડનો લાભ લઈ ચંદ્રકાન્ત સારું ભણ્યો, દેશ-પરદેશ જઈ આવ્યો, શોખીન બન્યો, સાથે સાથે સંસ્કારી પણ બન્યો અને એના જ સરખી ધનિક અને સંસ્કારીકન્યા સાથે એ પરણ્યો. એ કન્યાનું નામ હતું ચંદ્રિકા. ચંદ્રકાન્ત અને ચંદ્રિકા વચ્ચે ખૂબ સ્નેહ હતો અને તેમના સંસ્કાર તેમના પ્રેમ ઉપર સુંદર ઓપ ચઢાવતા હતા. ઘણાને સગવડ હોય છે છતાં ઓપ ચઢતો નથી. આ ધનિક યુગલને ઓપ ચઢી ચૂક્યો હતો. ધનિક પિતાએ ગોઠવેલા પાટા ઉપર ધન આવ્યા કરતું હતું