પૃષ્ઠ:Divadi.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : દીવડી
 

સિક્કામાંથી ઊપસી આવેલા પ્રાચીન કાળના અણઓળખાયેલા એક રાજાએ તેની સામે આવી તેને એક કોચ ઉપર સુવાડી દઈ સુવર્ણાક્ષરનો બોધ કર્યો હતો.

એ શું હતું? સ્વપ્ન હતું ? ખરેખર બનેલો પ્રસંગ હતો? વસ્તુસંગ્રહાલયમાંથી તે પોતાની પથારીમાં કેવી રીતે આવી શક્યો ? તેણે પોતાની આ મૂંઝવણ સહુને કહી સંભળાવી, અને માતાપિતા તથા ચંદ્રિકાના કથન પ્રમાણે તેણે સત્ય સમજી લીધું કે તે પાછલી રાત સુધી પોતાના શયનખંડમાં આવ્યો નહિ એટલે ચંદ્રિકાએ તેની શોધ કરી અને બેભાન અવસ્થામાં કોચ ઉપર સૂતેલો સંગ્રહાલયમાંથી તે મળી આવ્યો. ચંદ્રિકાએ માતાપિતાને ખબર આપી; પછી તેને શયનખંડમાં લાવવામાં આવ્યો અને નિષ્ણાત ડૉકટરોને બોલાવી તેની સારવાર પણ કરવામાં આવી. તેને કોઈએ ઘેનભરેલી વસ્તુ સુંઘાડી બેભાન બનાવી દીધો હતો એટલી હકીક્ત સ્પષ્ટ થઈ.

ચંદ્રકાંતે એકાએક બેઠા થઈ તપાસ કરાવી તો પેલો સુવર્ણ સિકકો તેમ જ તેનું સુવર્ણ માનપત્ર ગુમ થયેલાં દેખાયાં અને કોચના તકિયા નીચેથી એક ચિઠ્ઠી પણ મળી, જેમાં નીચે પ્રમાણે લખ્યું હતું :

'વર્તમાન યુગના ભોજ, વિક્રમ અગર ધનના વાલી ચંદ્રકાંત !

'સુવર્ણસિક્કો મેં જ તમને વેચેલો. એના પૂરતા પૈસા – એટલે કે મારે જોઈતા હતા એટલા પૈસા – મને મળ્યા નહિ. એ સિક્કો ખોટો હતો પણ આપને આજ મળેલું માનપત્ર સાચા સુવર્ણનું હતું અને મારે એટલા સુર્વણની જરૂર હતી. એથી ખોટો સિક્કો હું લઈ ગયો છું. અને તમે ભોજ, વિક્રમ તથા ધનના વાલી તરીકે પંકાયેલા હોવાથી તમને ઓછામાં ઓછું કષ્ટ પડે એ ઢબે કે હું તમારું માનપત્ર પણ લઈ ગયો છું, જેમાંથી હું ક્ષયરોગથી પીડાતી, મારી પત્નીને ડોકટરની સલાહ પ્રમાણે દવા, હવા અને સેવા આપી જીવતી રાખવા પ્રયત્ન કરવાનો છું. એ યોજના આપને ન ફાવે તો