પૃષ્ઠ:Divadi.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : દીવડી
 

મેં જોયાં. મને જોઈ તે ઊભો થવા ગયો પણ તેના પગ અમળાઈ પડ્યા. તે કોચ ઉપર બેસી ગયો અને તેના દેહમાં જીવતી દેખાતી તેની આંખમાંથી પાણી વરસી રહ્યું, જે તેણે ચશ્માં કાઢી થરથરતા હાથે લૂછવા માંડ્યું, જરા વાર રહી મેં તેને કહ્યું :

'રૂપ ! આ શરીર તેં કરી નાખ્યું ?'

'બધાંની સાથે તું પણ મારો હવે વાંક કાઢ !'

'બધાં કોણ?' મેં પૂછ્યું.

'મારાં માતાપિતા હવે નથી; અને પરણ્યો છું એ તો તને ખબર હશે. બધાં કોણ તે સમજી લે. દુનિયામાં મારું કોઈ નથી.' રૂપમોહને કહ્યું.

એટલામાં જ રૂપમોહનની પત્ની ચારુલતા ત્યાં આવી પહોંચી. એનું મુખ સ્મિતભર્યું હતું, જોકે સ્મિત ઊડી ગયેલું હતું, પરંતુ ઊડી ગયેલા સ્મિતવાળું મુખ સુંદર તો જરૂર હતું. રૂપમોહને મને તેની અને તેની પત્નીની છબી મોકલી હતી; પરંતુ છબીઓ માટે ભાગે જૂઠી હોય છે. ચારુલતા છબીમાં હતી તેના કરતાં વધારે સુંદર લાગી; પરંતુ તેનું સૌદર્ય ફટકી જતું દેખાયું. રૂપમોહન કરતાં મને ચારુલતા વધારે દયાપાત્ર લાગી,

'ચારુબહેન ! હું જ મારું ઓળખાણ કરાવું, આપણે પહેલી જ વાર મળીએ છીએ. હું રૂપમોહનનો બહુ જૂનો મિત્ર. રૂબરૂમાં તમને બંનેને અભિનંદન આપું છું.'

'આભાર !' એટલો એક જ શબ્દ બોલી ચારુલતા સહજ હસી પતિની પાસે ઊભી રહી.

'ચારુ ! મારા એકના એક મિત્રને ચા પાવાની ઈચ્છા હોય તો હું વાંધો નહિ લઉં.' રૂપમોહને વાણીમાં કરડાકી લાવી કહ્યું. એવી વાણીનું કાંઈ કારણ પણ ન હતું.

'મેં સ્ટવ ઉપર ચા મૂકી જ દીધી છે.'

'જોયું ? મારી પત્ની એટલે સંપૂર્ણતાનો નમૂનો. એને કાંઈ