પૃષ્ઠ:Divadi.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ર૦૧
 


'પણ પરગામ લઈ જવામાં કંઈ જોખમ ખરું ?' મેં ડૉકટરને પૂછ્યું હતું.

'અરે, ના રે ! જેટલું જોખમ અહીં તેટલું જ જોખમ મુસાફરીમાં. ખખડતાં હાડકાં જરાક વધારે ખખડશે એટલું જ.' ડૉક્ટરે કહ્યું. સતત કકળાટ કરતા સનાતન દર્દીઓ પ્રત્યે ડૉક્ટર વૈદ્યો પણ સહાનુભૂતિ રાખી શકતા નથી એ દર્દીઓ સમજે તો વધારે સારું.

પરંતુ વ્યસનીની માફક દર્દીઓને દવા અને ડૉક્ટરનું વ્યસન જ પડી જાય છે.

મેં રૂપમોહનને સાથે લીધો.એક ડૉકટરને શોભે એટલી દવાની પેટીઓ તેણે સાથે રાખી હતી. પહેરવાનું, ઓઢવાનું, પાણી પીવાનું વગેરે સાધનો તો સાથમાં હોય; પરંતુ જંતુઓ મારવા માટેનાં પણ સાધનો તેણે સાથે રાખી લીધાં ! અને તે કદાચ બેભાન થઈ જાય તો મારે ક્યા કયા ઇલાજો લેવા તેનું પણ જ્ઞાન મને આપવામાં આવ્યું; એટલું જ નહિ, પરંતુ માથામાં સણકો આવે તો મારે શું કરવું, આંખ ફરકે તો મારે એને કઈ દવા સૂંઘાડવી, પગે ઝંઝણી ચઢે તે માટે કયો મલમ ચોપડવો અને ઊંઘમાં જ કોઈ દર્દ થઈ આવે તો તેનાં ચિહ્નો જોઈ મારે કયું ઇન્જેક્શન આપવું એ બધી વિગતવાર માહિતી એક ચોક્કસ અભ્યાસ તરીકે મેં સમજી લીધી. કારણ એકાદ વખત તેની અતિ ચોકસાઈને સહજ હસવામાં તેનો મારી સાથે આવવાનો આ કાર્યક્રમ બંધ રહે એવો ભય ઉત્પન થયો હતો. તેણે તેના એક અનુભવી નોકરને સાથે લેવાની ઈચ્છા દર્શાવી, જેની મેં સંમતિ આપી. સનાતન દર્દીઓને પત્ની, પુત્ર અને પુત્રી કરતાં નોકરો અને વૈદ્ય-ડૉક્ટરો વધારે ઉપયોગી લાગે છે.

ગાડીમાં બેઠા પછી રૂપમોહન મારા કબજામાં આવ્યો હતો. મેં તેની સાથેના વર્તનનું આખું વલણ ફેરવી નાખ્યું. પાપા કલાકે