પૃષ્ઠ:Divadi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી : ૧૩
 

આવે છે. દીવડીએ કહ્યું અને રસિકને વધારે બળથી ખેંચ્યો. ઘોડાપૂર એટલે શું એની રસિકને ખબર ન હતી. ઘોડાપૂરે રસિકને લગ્નોત્સવની યાદ આપી. વર્ષાના એકાન્તમાં રસિકની કવિતા ઘોડાપૂરમાં વહી રહી હતી અને તેનાથી એકાએક પુછાઈ ગયું :

'દીવડી ! તું મને પરણે ખરી?' સંસ્કારી, સાત્વિક સાહિત્ય કારોથી પણ આવું આવું કદી પુછાઈ જાય છે.

'હવે, વાત છોડો. નદીમાંથી જીવતાં ઘેર પહોંચીએ ત્યાર પછી એ પૂછજો...થયું...પાણી ઊભરાયાં...તરતાં આવડે છે, ભાઈ?' દીવડીએ નદી કિનારે રસિકને ઘસડી લાવી પૂછ્યું. ખરેખર નદીમાં પાણી આવી ગયાં હતાં અને પાછળ આવતા પાણીના ટેકરા નદીને દુસ્તર બનાવી દેતા હતા. રસિકે જવાબ આપ્યો :

'સ્વીમિંગ બાથમાં થોડું તર્યો છું. નદીમાં તો...ન તરાય.' નદીને સામે પારથી એક બૂમ પડી.

‘દીવડી ! દોડી ! આવ ! તરી આવ ! હજી તરાશે.'

'હું તો હમણા તરી આવું; પણ આ ભાઈ એકલા શું કરશે ? એમને તરતાં આવડતું નથી. તું જરા એક ડૂબકી લઈ લે ને ? આ બાજુએથી.' દીવડીએ સ્ત્રીશોભન માધુર્યભર્યા ટહુકારથી બૂમ પાડી. માધુર્ય રસિકને લાગ્યું પણ મધુર ટહુકો એવો નિર્બળ ન હતો કે સામે પાર ન સંભળાય. બૂમ મારતાં જ સામે પારથી એક મજબૂત યુવકે દોડતાં, ભરાતાં, ઊભરાતાં, ઊછળતાં પાણીમાં કૂદકો માર્યો અને જોતજોતામાં તે સામે નીકળી આવ્યો. મહામુશ્કેલીએ કિનારે ચઢી એ યુવકે દીવડીને પૂછ્યું :

'ભાન નથી ? આ વરસાદ અને પૂરમાં એકલાં એકલાં ફરો છો તે? ચાલ ઝંપલાવ, હું સાથમાં છું.'

વરસાદ તે વખતે તૂટી પડ્યો હતો. દીવડીએ કહ્યું :

'હું તો ઝંપલાવું; પણ આ ભાઈ કેમ આવશે?'

'એમને હું લાવું; ઊંચો જીવ ન કરીશ કૂદી પડ. હું પાસે