પૃષ્ઠ:Divadi.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ


બાજી પટેલ એક દસકા પહેલાં ગામના આગેવાન ગણાતા. સારી જમીન, સારું મકાન, સારાં ઢોર અને સારાં ઓજારો માટે આખુ ગામ તેમને આદર્શ ખેડૂત ગણતું અને તેમની સલાહ પણ લેતું. ગામની પટલાઈ માટે તલાટી અને 'સર્કલ' તો તેમનો આગ્રહ કરે એ સમજી શકાય; આ તો મામલતદાર અને તેમના પણ ઉપરીઓ બાજી પટેલને ગામની પટલાઈનો હોદ્દો સ્વીકારવા આગ્રહ કરતા; પરંતુ બાજી પટેલને હોદ્દાનો મોહ ન હતો. વગર પટલાઈએ પણ પોતાનું સારા ખેડૂત તરીકેનું સ્થાન તેમના મહત્વને સંતોષવા માટે પૂરતું હતું.

ગામમાં જે કોઈ અમલદાર આવે તે બાજી પટેલને પૂછતા આવે. ગામમાં ચોરો ન હતા – ઊતરવાની સરકારી કે ગામાત જગા ન હતી. મહાદેવ સાથે જોડાયેલી એક ધર્મશાળા સાર્વજનિક મકાન તરીકે વપરાતી. આપણામાં કહેવત છે કે 'સહિયારી સાસુ એની ઉકરડે મ્હોકાણ.' એની પાછળના છેલ્લા રુદનમાં કોઈ ઘર કે આંગણું ન હોય આપણાં સહિયારાં – સાર્વજનિક મકાનો પણ સહિયારી