પૃષ્ઠ:Divadi.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨ : દીવડી
 

અને ઘાસ વાઢી લાવી ગાયનું પોષણ કરતાં. ઢોરઢાંકમાં હવે માત્ર એક ગાય જ રહી હતી.

ગાયને અને બાજી પટેલની દીકરી ચંચીને ભારે બહેનપણાં હતાં. ગાયને થાબડતાં થાબડતાં ચંચળ ગાય સાથે આખી દુનિયાની વાતો કરતી હતી અને ગાય ધ્યાન આપીને તે સાંભળતી પણ હતી.

ધોળી ગાયનું નામ એ વાછરડી હતી ત્યારથી 'ગોરી' રાખ્યું હતું. પરંતુ હવે તો 'ગોરી' ને પણ બે વાછરડીઓ થઈ હતી. પહેલી વાછરડી મરી ગઈ ત્યારે ગાયે અને ચંચળે ભારે કલ્પાંત કર્યું હતું. પરંતુ ગરીબીના કલ્પાંત આંસુ ભેગાં સુકાઈ જાય છે. બીજી વાછરડી આવી ત્યારે ચંચળને જરા દુ:ખની કળ વળી, અને તેણે વાછરડીને ઉછેરવા અને સાચવવા ભગીરથ પ્રયત્નો આદર્યા. એક દિવસ વાછરડીને રમાડી રહી ચંચળે ગાય પાસે ઊભાં રહી તેના દેહ અને મુખ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું :

'જો ગોરી ! આ વખતે બહુ પાક્યું તો નથી; ઊતરાયણને દહાડે તને ઘૂઘરી ખવડાવવા થોડી બાજરી રાખી મૂકી છે, હો !'

ગાયે જવાબમાં કાન હલાવ્યા અને વાછરડીએ નાનકડી બરાડ મારી.

'અરે, બાઈ ! તને આપીશુ. શાની બૂમ પાડે છે ?...અને જો, જરા કૂદાકૂદ ઓછી કર. ભાઈના પૈસા આવશે તો આ મહિને એક સરસ ઘંટડી તારે ગળે બાંધીશ.... જો. ગોરી ! આ તારી વાછરડી જંપતી નથી અને તોફાન કર્યા કરે છે.' ચંચીની ફરિયાદના જવાબમાં ગાયે પૂછડી ફટકારી.

'જો, તને પણ તારી દીકરીનો વાંક વસતો નથી; ખરું? યાદ રાખજે. વાછરડી માટે જરા ય દૂધ નહિ રહેવા દઉં...આંચળમાં.'

ગોરીએ આખા દેહની ચામડી થરથરાવી અને ચંચળના દેહમાં પોતાનું મુખ સમાવી દીધું,

ગાયના મુખને પકડી પંપાળી શીંગડાં ઉપર હાથ ફેરવી ગાયના