પૃષ્ઠ:Divadi.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪ : દીવડી
 

બેઠા જોઈ રહેતા હતા, અગર શવાસન કરી મોતને આમંત્રણ આપતા હોય એમ સૂઈ રહેતા. અત્યારે તેઓ પાસેના તૂટેલા ખાટલામાં પડી રહ્યા હતા.

'દીકરી ! તને શી ખબર ? આજ તો આ ગાય વેચીશું ત્યારે રોટલો પામીશું.' માએ કહ્યું. દુઃખમાં દટાયેલાં વડીલો બાળકોને પોતાનાં દુઃખ કદી કહી દે છે પણ ખરાં ! — જોકે બાળકો એ નહિ સમજે એવું આશ્વાસન તેમને હોય છે ખરું; પરંતુ આ સૂચન ચંચળ ન સમજે એમ ન હતું.

'ગોરીને વેચી દેવી છે?' ઘા પડ્યો હોય એવા દુઃખથી ચંચળે પૂછ્યું.

'હા, તારા બાપે એ નક્કી કર્યું છે.'

'મા ગોરીને ના વેચશો ને ? '

'તો આજ જમીશું ક્યાંથી ?'

'આજ ઉપવાસ કરીએ. '

'કેટલા દિવસ ઉપવાસ થશે ?'

'પણ મા...! એ પૈસા પણ ખૂટી જશે ત્યારે?' કેટલીક વાર બાળકો મોટા અર્થશાસ્ત્રી બની જાય છે.

‘ત્યારે તને લઈને કૂવે પડીશ.' પટલાણીએ ગરીબીનો છેલ્લો ઉપાય સૂચવ્યો. સૂઈ રહેલા બાજી પટેલ શવાસન બદલી પડખે સૂતા. તેઓ કશી પણ વાતચીત બુદ્ધિપૂર્વક સાંભળતા ન હતા એમ આખા ગામે માની લીધું. પટલાણી પણ એમ જ માનતાં થઈ ગયાં હતાં.

'ભલે, મા ! પણ વાછરડી તો આપણી પાસે જ રહેશે ને ?' બાળકી ચંચળે પૂછ્યું. હજી એને સાથે લઈ કૂવે પડવાની માતાની સૂચનામાં કેટલું દર્દ ભર્યું હતું તેનો પૂરો ખ્યાલ ચંચળને ન હતો. ગાય જતાં તેના દેહનો કકડા જતો રહે એમ ચંચળને લાગ્યું; પરંતુ વાછરડી રહે તો જીવતાં રહેવાય એમ તેને લાગ્યું. બાળકીના