પૃષ્ઠ:Divadi.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી શાની ?


ત્રીસેક વર્ષના મદને જ્યારે એક દોરડાની ચોરી કરી ત્યારે તેની આસપાસ રહેતાં પાડોશીઓને ભારે નવાઈ લાગી. કેટલાક પડોશીઓ હસતા હતા: 'કાંઈ નહિ ને છેવટે દોરડાની ચોરી ?' એવો તેમના હાસ્યને ભાવ હતો. કેટલાક પડોશીઓ ગુસ્સે થયા. તેમના ગુસ્સાનો ભાવ એ હતો કે આજ દોરડાની ચોરી કરનાર મદન કાલે બીજી વધારે મોટી ચોરી કરશે. પડોશમાં ચોરને કેમ સહી લેવાય ? જેના વાડામાંથી મદને દોરડું ચેાર્યું હતું તેના ગુસ્સાનો તો પાર હતો નહિ. તેણે અંધારા પ્રભાતમાં મદનને પોતાના ઘરમાંથી દોરડું ઊંચકી જતાં જોયો હતો; એટલું જ નહિ પણ તેની પાછળ ધીમે ધીમે જતા એ પડોશીએ મદનને એ દોરડું મદનના ઓટલાની ઊંચી ખીંટીએ બાંધતાં પણ જોયો હતો : એટલું જ નહિ પણ તેને પકડ્યો હતો એમ કહીએ તો ચાલે.

નવાઈ જેવી વાત તો એ હતી કે મદનને તેના પડોશીઓએ ચોરી કરતાં પકડ્યો ત્યારે મદને એ ચોરી નફટાઈથી કબૂલ પણ કરી. આવી નફટાઈથી ચોરી કરનાર પડોશીને તેની પડોશમાં રહેનાર