પૃષ્ઠ:Divadi.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ


તુલસીદાસે ‘પાપમૂલ અભિમાન' કહ્યું છે. અંશત: એ સાચું હશે, સમય સમયનાં પાપ બદલાય છે અને તેની સાથે પાપનાં મૂળ પણ બદલાતાં લાગે છે. રાષ્ટ્રભાવનામાં પ્રાન્ત ઝનૂન પાપ ગણાય અને જગત-રાષ્ટ્રની ભાવના જ્યારે જીવંત સ્વરૂપ ધારણ કરશે ત્યારે રાષ્ટ્રવાદ પીછેહઠ, પછાતવૃત્તિ, સંરક્ષણપણું જ નહિ, પરંતુ પાપ બની જશે.

મારા એક મિત્રની નાની સરખી વાત છે. આપણે આપણા પોતાના કરતાં આપણા મિત્રની નીતિ સાચવવામાં બહુ જ આગ્રહી હોઈએ છીએ. મારા એક અંગત મિત્ર છે. એનું નામ જુદું છે; પરંતુ હું અહીં એને પ્રફુલ્લચંદ્રને નામે ઓળખાવીશ. એ જાતે ભણેલો, બાહોશ અને નીતિમાન હતો. ભણતર, બાહોશી અને નીતિ સર્વદા માનવીને ધનિક બનાવતી નથી. ખરું જોતાં સગુણને તાવવાની જ કુદરતને આદત પડેલી છે. કેટલીક તાવણી તો સગુણી પુરુષોના મૃત્યુ સુધી ચાલુ જ રહે છે. પ્રફુલ્લે પણ તેના બાલપણમાં, કિશોરાવસ્થામાં અને યૌવનમાં અનેક મુશ્કેલીઓ અનુભવી હતી,