પૃષ્ઠ:Divadi.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ?


હું ફરી કેમ ન પરણ્યો એ પ્રશ્ન વારંવાર મારા મિત્રો પૂછે છે અને મારા દુશ્મનો પણ પૂછે છે—જોકે મારે દુશ્મન નથી. પરંતુ સહજ પરિચયમાં પણ આ પ્રશ્ન પુછાય ત્યારે પ્રશ્ન પૂછનાર મને દુશ્મન સરખા લાગે છે. જેવો સમય તેવો એ પ્રશ્નનો જવાબ હું આપુ છું, ફરી પરણનાર પુરુષની સ્ત્રીઓ મશ્કરી કરે છે, તેને ઉતારી પાડવા મથે છે, તેણે પુનર્લગ્ન કર્યું એમ પણ કહી તેને વગોવે છે. ઉચ્ચ કોમની સ્ત્રીઓમાં પુનર્લગ્નની છૂટ પ્રતિષ્ઠિત નથી એ કારણે ફરી પરણનાર પુરુષ તરફ સ્ત્રીઓની કડક આંખ હોય એ સમજી શકાય એમ છે. હું સ્ત્રીઓના સરખા હક્કમાં માનું છું. જેને જેટલી વાર પરણવું હોય એટલી વાર તે ભલે પરણે–સ્ત્રી અને પુરુષ. ચિત્રપટમાં કામ કરતા તારકતારિકાઓને એ પ્રશ્ન મૂંઝવતો ન હોય તો પછી એ તારકતારિકાને દેવદેવી માની પૂજનાર જનતાએ શા માટે કશી લગ્નમૂંઝવણ અનુભવવી જોઈએ ?

હું ફરી નથી પરણ્યો એમાં જાણે મેં કઈ વીરશોભન કાર્ય કર્યું હોય એમ કદી કદી ભ્રમ સેવવામાં આવે છે. એવું કાંઈ જ