પૃષ્ઠ:Divadi.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૪૯
 

મહિને એક વાર ઉષાને મળી શરૂઆતમાં હું મારું મન હળવું કરતો. એમાંથી અમારાં મિલન પખવાડિક, અઠવાડિક અને અંતે રોજિંદાં બની ગયાં. પછી તો કદી કદી એ મારી છબી પાડતી, હું ઉષાની છબી પાડતો, અને એકબે વાર તો અમે હસતાં, શરમાતા સાથે સાથે જ નકામી છબી પડાવી ! ફસુમ યાદ આવ્યા કરતી હતી; પરંતુ ઉષામાં એ જ કુસુમ આવીને ઊડતી ન હોય એમ વારંવાર મને ભાસ થતો. ઘણી વાર ઉષાનું સંબોધન જાણે કુસુમના સંબોધનનો પડઘો જ બની જતું, અને મારા મને તો માનવા જ માંડ્યું કે કુસુમ ઉષાનું અંગ ધારણ કરી સ્વર્ગમાંથી મારું દુઃખ હળવું કરવા ફરી પૃથ્વી ઉપર આવી હતી ! સૃષ્ટિની આખી રચના જ મન ઉપર થાય છે ને ? મન કહેતું હોય કે ઉષા એ કુસુમનું જ સ્વરૂપ છે તો પછી એમાં વાંધો ક્યાં આવે ?

ઉષાના પરિચયમાં મને મૂકનાર મારા મિત્રે એક દિવસ મને કહ્યું :

'હવે ક્યાં સુધી આ વેષ ભજવવો છે ! સીધેસીધો પરણી જા ને !'

'મને કહે છે તું ? હું પરણી જાઉં ? કોની સાથે ?' મેં જરા ચમકવાનો દેખાવ કરી સામો પ્રશ્ન કર્યો.

'રહેવા દે તારી કાલાશ ! લોકોએ માની જ લીધું છે કે તમે બંને પરણી ચૂક્યાં છો. હવે જાહેર કરવામાં અડચણ શી છે ?'

'પણ તું કોની વાત કરે છે ? મારે કોની સાથે પરણવું ? શા માટે ?' મેં જરા ઉગ્રતાથી કહ્યું. ફરી પરણનાર પરણવાની નિર્બળતાથી પર રહેવાનો સ્વાંગ લાંબા સમય સુધી ભજવે છે, અને પોતાને પુનર્લગ્નમાં બીજાઓના આગ્રહ અને અન્ય ઉપરના પરોપકારની ભાવનાને જ જવાબદાર ગણાવવામાં મથે છે.

'હું તારી વાત કરું છું. તારે ઉષા સાથે પરણવું...અને કુદરતે દુઃખ તારા ઉપર નાખ્યું એ હું સમજી શકું છું. પરંતુ એ દુ:ખને