પૃષ્ઠ:Divadi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના : ૧૯
 

અને પિતા તરીકેના ભાવને સુંદર શબ્દોમાં ઉતારતું એક કાવ્ય પણ તેણે લખી નાખ્યું, જેની ચારે પાસ પ્રશંસા થઈ. પ્રશંસાના પત્રો વાંચતાં વાંચતાં સોનાએ હસીને કહ્યું :

'અચલ ! તેં છોકરીની તો કવિતા લખી. પણ..'

‘પણ શું ? તને ન ગમી, સોના?'

'મને બહુ ગમી. જાણે મારું જ મન તેં શબ્દમાં ઉતાર્યું. પણ... તેં મારા ઉપર એક કવિતા ન લખી ! એમ કેમ?'

'તારા ઉપર ? કવિતા? મેં જે પ્રેમકવિતાઓ લખી છે, જે પ્રેમમૂર્તિઓ મેં સર્જી છે, એમાં કાંઈ ને કાંઈ તારી ઝાંખી તો ખરી જ.'

'મને સારું લગાડવા જૂઠું બોલવાની જરૂર નથી.'

'તો સાચી વાત કહું? તારે માટે, તને ઉદ્દેશીને મેં એકે કવિતા ન લખી એનું સાચું કારણ...'

'કહે, અટકે છે કેમ?'

‘તું, તારું સૌંદર્ય અને તારા પ્રત્યેની મારી ઊર્મિ, શબ્દોથી– કવિતાથી પણ પર છે. તેને જોઉં, તને યાદ કરું, એ જ તારી કવિતા.'

સોનાને અચલની દલીલ બહુ ગોઠી નહિ. પતિ પાસે કાવ્યરૂપી ખંડણી તેને જોઈતી હતી.

કવિ કવિતા લખે, સાહિત્યકાર લેખો લખે. તેમના પ્રત્યે લોકોને એક પ્રકારનો સદ્ભાવ થાય એ બધું ઠીક છે. તેમની કૃતિઓની પ્રશંસા થાય તે કવિપત્નીને ગમે પણ ખરી. ભારતમાં કવિઓ અને સાહિત્યકારો પ્રતિષ્ઠા કદાચ પામે, પણ સંપત્તિ પામતા નથી એ જાણતી વાત છે. ધનપતિના બંગલા અને મોટરકાર, અમલદારની આસપાસ ઊડતા સત્તાના ફુવારા અને પ્રધાનોની આસપાસ ફરી વળતાં માનવટોળાંના જયપોકાર સાહિત્યકારનું નહિ, તોય તેની