પૃષ્ઠ:Divadi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના : ૨૧
 


‘પણ એમાં એકે ચેક નહિ હોય.'

'આ મહિને તો લગભગ સો રૂપિયાના ચેક આવી ગયા છે.'

‘ઘણી ભારે રકમ મળી, ખરું ?'

'જે જીવનમાર્ગ લીધો એનાં સુખદુઃખ સ્વીકારવાં જ રહ્યાં ને?'

'સુખ અને દુઃખ હોય તો સ્વીકારવા હરકત નહિ; પણ આ તો એકલું...'

'દુઃખ છે, એમ ને? સોના ! મેં તને કેટલી ના કહી હતી કે તું મારી સાથે લગ્ન ન કરીશ? કવિઓ અને લેખકોનાં જીવન મૃગજળ સરખાં હોય છે.'

‘મૃગજળ તો આંખે દેખાય પણ ખરું !'

'સોના ! મંથન કરું છું. મજૂરી કરું છું. ઉજાગરા પણ કરું છું. આ સાહિત્યજીવનમાં સમૃદ્ધિ હોતી જ નથી. હવે ચીલો બદલવા માટે પણ તક નથી, સોના !'

'દુ:ખ ન કરીશ. અચલ ! હું તો અમસ્તી જ કહુ છું, હસવા માટે.' સોનાએ વાત ફેરવી. બોલ વાગે છે એમ એ જાણતી હતી. વધારે સુખ, ચમક અને સગવડ મળે એમ એ ઈચ્છતી હતી જરૂર. સાહિત્ય આપે તો માત્ર પ્રતિષ્ઠા : એનો અર્થ પૂરોપૂરો એ લગ્ન પહેલાં સમજી શકી ન હતી. હવે એણે અર્થ ઉકેલ્યો; પણ એ ગમ્યો નહિ, સાહિત્ય, ધન અને સત્તા ત્રણેનો ત્રિભેટ જેનામાં હોય એ પુરુષ આદર્શ પતિ બની શકે એવી અસ્પષ્ટ કલ્પનાને એ સતત દબાવી રાખતી હતી.

જીવંત માનવીનું વય કાળ જરૂર વધારે જાય છે. સોના, અચલ અને એની પુત્રી મોટાં થયે જતાં હતાં હતાં. અચલની લખેલી કવિતાઓ અને વાર્તાઓ પણ વધતી જતી હતી, પરંતુ એમાંથી એવું ધન મળતું નહિ કે જે બંગલાની, મોટરકારની અને પહેલા