પૃષ્ઠ:Divadi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : દીવડી
 

કલ્પના જ સત્યને ઘડે છે એવી મારી તો ખાતરી થઈ ગઈ છે...' સૌમ્યતા અને બળ વચ્ચે ઝોલાં ખાતા અચલે કહ્યું.

'ખોટું લાગ્યું ? વાતવાતમાં આવો રિસાળ કેમ બની બેસે છે ?'

'ખોટું મને તારા ઉપર નહિ, મારા ઉપર લાગે છે. તું માગે છે એવો હું કેમ બની શકતો નથી?'

'તારા ઉપર કશું લઈ લઈશ નહિ. હું તો માત્ર એ જ જોયા કરું છું કે સત્ય વિચારને, ભાવનાને અને કલ્પનાને મરડી મચડી કદરૂપાં બનાવી દે ખરાં..અને કલ્પનાએ ચીસ પાડી શું ? આવડી મોટી ?...'સોનાની વાત અટકાવતી પુત્રીની ચીસ સાંભળી અચલ અને સોના બને ક્ષણભર કંપી ઊઠ્યાં. પુત્રીનું નામ સોનાએ કલ્પના પાડ્યું હતું, અને નામનવીનતાનો પોતાનો શોખ પુત્રીમાં પૂર્ણ કર્યો હતો.

ચીસની પાછળ આખા ઘરમાં ઝબકારો ફેલાવતો પ્રકાશ વ્યાપી ગયો. ઘર ઘણું નાનું હતું. મહેલાતોનાં વર્ણન આપતાં લેખકેના ઘર હથેલી કરતાં મોટાં હોતાં નથી, એક ઓરડી મૂકી બીજા ખંડમાં દોડીને પ્રવેશ કરવા માગતાં પતિપત્નીએ જોયું કે બાળકી કલ્પના એક અગ્નિભડકામાં ઘેરાઈ ગઈ હતી. શાથી આગ લાગી એનો વિચાર કરવાનો સમય જ નહોતો. અગ્નિભડકામાં પેસી શકાય કે કેમ એનું નિરાકરણ કરવા માટે એક ક્ષણ પણ મળે એવી નહોતી. દોડીને અગ્નિમાં કૂદવા જતી સોનાને હાથ વડે રોકી અગ્નિચક્રમાં અચલે પ્રવેશ કર્યો. બળતી કલ્પનાને ઊંચકી પોતાના દેહ સાથે ચાંપી, ઢાંકી, એ વીજળીની ઝડપે બહાર આવ્યો. પાસે પડેલા ગોદડાંવડે એણે કલ્પનાનાં બળતાં કપડાં હોલવી નાખ્યાં. તેના પોતાનાં સળગેલાં કપડાં, હોલવવા મથતી સોનાને દુર ખસેડી તેને ખેંચી કલ્પનાને લઈ તે બહારના ખંડમાં દોડી આવ્યો, અને આવતાં બરોબર બેભાન