પૃષ્ઠ:Divadi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના : ૨૫
 

બની જમીન પર પટકાઈ પડ્યો. પડતે પડતે એણે જોયું કે કલ્પનાની આંખમાં જીવન છે અને અનેક માણસો ખંડમાં ભેગાં થઈ ગયાં છે. સોનાને પણ તેની આંખે ખોળી કાઢી અને અનેક માણસોને સચેત બનાવતો આ લેખક ભાનવિહીન બની ગયો. એનું સત્ય અને એની કલ્પના અને એની ભાવવિહીનનામાં ડૂબી ગયાં.

એ જાગ્યો ત્યારે મોટા દવાખાનાના એક ખાટલામાં પોતે સૂતો હતો એમ તેને ભાસ થયો. ડોકટર, નર્સ અને સોનાની આંખો તેના મુખ પર ત્રાટક કરી રહેલી એણે જોઈ.

'સોના ! કલ્પના ક્યાં ? હું અહીં ક્યાંથી ?'અચલે બહુ જ ધીમેથી પૂછ્યું.

અને સોનાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો રેલાયા. એકાએક અચલને ખ્યાલ આવ્યો કે તે તો કલ્પનાને દાઝતી બચાવતાં દાઝ્યો હતો.

'કલ્પનાને લાવો. નહિ તો જિવાશે નહિ.' અચલે કહ્યું. દાઝેલી કલ્પનાને લઈ સોના આવી. અચલે તેને પાસે લેવા ઈચ્છા કરી. ન હાથ ઊપડ્યો, ન પગ ઊપડ્યો, ન શરીર ઊંચકાયું. અચલ પોતે કેટલી ભયંકર ઈજા પામ્યો હતો તેનો એને પોતાને છેક હવે ખ્યાલ આવ્યો. કલ્પનાને આંખથી જ સ્પર્શી અચલે આંખ મીંચી દીધી. ભાન ભૂલતાં ભૂલતાં તેણે ડૉક્ટરનો પુરુષકંઠ સાંભળ્યો :

'હવે કહી શકાય કે એ ભયમુક્ત છે.'

'એમ? ચોકસ ?' સોનાનો અવાજ સંભળાયો.

'સોએ સો ટકા. અચલકુમારની પાછળ તમને અમારાથી બળવા દેવાય ?' ડૉક્ટરે હસીને કહ્યું.

અચલને સારું નહિ થાય તો પોતે તેની પાછળ આપઘાત કરશે એવી સોનાની ધમકી ડૉક્ટરે યાદ કરી.

હવે અચલ નિત્ય જાગવા માંડ્યો–વધારે અને વધારે સમય સુધી. દાઝી ગયેલા તેના હાથ, પગ, છાતી અને મુખ તેને બહુ