પૃષ્ઠ:Divadi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાઘડી વગરનું ઘર

કિશોરની બદલી મુંબઈ થઈ.

મુંબઈનું મહત્ત્વ બહુ વધારે. મુંબઈમાં રહેતાં આપોઆપ બીજા સર્વ કરતાં વધારે ચબરાક થાય જ; એમ મુંબઈમાં રહેનાર તો માને જ; પરંતુ મુંબઈમાં ન રહેનાર પણ માને છે ! મુંબઈનો શેઠ મુંબઈમાં ન રહેતા કોઈ પણ શેઠ કરતાં વધારે મોટો હોવો જ જોઈએ. એટલે ઘણા ઘણા ધનિકો જરૂર હોય કે ન હોય તો ય મુંબઈનિવાસ કરે જ છે. મુંબઈમાં કામ કરતો અમલદાર હિંદમાં બીજે કામ કરનાર કોઈ પણ અમલદાર કરતાં વધારે બાહોશ હોવો જ જોઈએ. મુંબઈનો વિદ્યાર્થી એટલે બીજા કોઈ પણ સ્થળના વિદ્યાર્થી કરતાં વધારે પ્રગતિશીલ–વસ્ત્રાભૂષણમાં, અભ્યાસમાં અને સમાજમાં પણ ! મુંબઈમાં વસતી નારી દેશમાં બીજે કોઈ પણ સ્થળે વસતી લલના કરતાં વધારે જ મોહક હોય ! મુંબઈનો ઘોડાગાડીવાળો, શોફર કે રસોઈયા બીજ કાઈ પણ સ્થળના ગાડી ચલાવનાર, શોફર કે રસોઈયા કરતાં વધારે કાબેલ હોવાના જ. પછી મુંબઈનો જુગારી, ખિસ્સાકાતરુ, ઠગ કે લૂંટારો આખા હિંદના સમવ્યવસાયીઓમાં