પૃષ્ઠ:Divadi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : દીવડી
 


પરંતુ કિશોરને સુઝી આવતા ઇલાજોને અમલમાં મૂકવાની તેનામાં સત્તા પણ ન હતી અને આવડત પણ ન હતી. કોણ જાણે કેમ તેના પગ તેને એક સાર્વજનિક બગીચામાં લઈ આવ્યા હતા;જ્યાં ઓરડીવિહીનોની સ્થિતિ કેમ સુધરે તેની અનેકાનેક યોજનાઓ ઘડતો કિશાર થાકીને ઊંઘરેટો બની પગ લંબાવી રહ્યો હતો.

એટલામાં એક પોલીસ સિપાઈએ સૂતેલા કિશોરનો ખભો થાબડ્યો અને કહ્યું :

'ઊઠો જવાન ! હવે અહીં નહિ સુવાય.'

કિશોરે કાંઈ પણ જવાબ ન આપતા પાસું ફેરવ્યું; પરંતુ પોલીસે બીજો ખભો વધારે જોરથી હલાવી કહ્યું :

'ચલ, ભાઈ ! ચલ; જલદી કર.'

'નહીં ઊઠતા' કિશોરનો ગુસ્સો આકાર લઈ રહ્યો. પોલીસ સિપાઈએ મજબૂત રીતે કિશોરને બેઠો કરી દીધો, તેને હલાવી નાખ્યો અને કહ્યું :

'જલદી ઘરભેગો થઈ જા.'

'ઘર હોય તો ને? ઘર બતાવ! પછી જાઉં.' કિશોરે કહ્યું અને તેના અત્યંત શ્રમિત દેહે ઊંઘમાં ડૂબકી મારવા ઝોલો લીધો.

'દારૂબંધી છતાં છાકટાપણું ન ગયું ! ચાલ, ઘર બતાવું.' કહી પોલીસ-સિપાઈએ કિશોરને બળપૂર્વક ઊભો કરી દીધો, અને તેને આગળ ઘસડ્યો.

'કોને છાકટો કહે છે?' કિશોરને બહુ ખોટું લાગ્યું. દવામાં પણ તેણે હજી સુધી દારૂનું ટીપું પીધું ન હતું, પરંતુ ઊંઘ, થાક, માનસિક ઉગ્રતા અને લાચારી ભેગાં મળતાં માનવીને દારૂડિયા જેવો જ બનાવી મૂકે છે.

'તને નહિ, દોસ્ત !' કહી પોલીસે તેને વધારે બળથી આગળ ઘસડ્યો. દારૂ પીનાર માણસ દારૂ પીધા પછી પોતે પીધેલો નથી એમ પૂરવાર કરવા ભગીરથ પ્રયત્નો કરે છે એની સિપાઈને ખબર