પૃષ્ઠ:Divadi.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્ષ ઘર્ષણઃ ૫૧
 

દાદી ઉપર પણ ફરિયાદ માંડવા ઉત્સુક બનેલા તેના અતિન્યાયી હૃદયે એક જ સમદ્રષ્ટાંતને કારણ ફરિયાદ કરવાનું મુલતવી રાખ્યું. પ્રધાનો અને મહાન અમલદારો જે દિવસે રાજધાનીમાં કે બહાર મુસાફરીમાં મિજબાનીઓ મેળવે છે તે દિવસના ટંકનું અનાજ તેઓ સરકારમાં પાછું ભરે છે ખરા ?

પ્રધાનો અને ઉપરી અમલદારો નિવૃત્ત થાય ત્યાર પછી કાયદાનો આ ગૂંચવણભર્યો પ્રશ્ન તેમની સમક્ષ લઈ જવો, એ ડહાપણભર્યો ભાગ તેને જડવાથી તેણે પોતાની દાદી દ્વિરુદ્ધ અને બ્રાહ્મણ વિરુદ્ધ માપબંધીને કાયદો તોડ્યાની ફરિયાદ હજી સુધી દાખલ કરી નથી; જો કે, તેના પ્રામાણિક દિલમાં શ્રાદ્ધપક્ષ ખુંચે છે બહુ !—અને સાથે સાથે પ્રધાન અને મહા અમલદારાના કાયદાપાલન વિશે તે મૂંઝવણ પણ અનુભવે છે બહુ !