પૃષ્ઠ:Divadi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની ચિતા : ૬૩
 

કામ ન હોય તો પણ અમારે કામ છે એમ દેખાડવું જ પડે. અત્યારે અવકાશ છે એટલે દુ:ખ કે દર્દની વાત કરી દેવી એ જ વધારે સારું છે. તમારી તબિયત સારી લાગે છે. ગાયત્રીબહેનને થોડા દિવસ ઉપર જોયાં ત્યારે દૂબળાં પડી ગયેલાં લાગ્યાં હતાં. એ સિવાય તો...બનાવ તો છે ને બન્નેમાં ?' મેં પૂછ્યું.

'હા...બનાવ તો છે... પણ બહારથી જ.' ગિરીશે જરા અચકાતાં અચકાતાં કહ્યું.

'આ જ મોટું દુઃખ છે તમે પ્રેમલગનિયાંઓનું ! તમને પ્રેમ પણ બહુ વહેલો થાય, પ્રેમમાંથી લગ્ન પણ બહુ વહેલું થાય અને લગ્નમાંથી અણબનાવ પણ ઝડપથી ઉકલી આવે. તમારા જેવાં બંને સમજદાર પતિપત્ની વચ્ચે અણબનાવ થાય એ ભારે નવાઈ કહેવાય. તમે બંને મને મળવા સાથે આવો; અને હું તમારો અણબનાવ ઉકેલવાને રસ્તો કાઢી આપીશ.'

'ગાયત્રીને વચ્ચે રાખવાની જરૂર જ નથી. એ તે તદ્દન કહ્યાગરી, મારા સુખમાં સુખ માનનારી, બાહ્ય દષ્ટિએ આદર્શ પત્ની છે.'

'તો તમારી ફરિયાદ શી છે?'

'મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે ગાયત્રી જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ બહુ જ..ઠંડી પડતી જાય છે.'

‘એટલે?' હું ચમક્યો. ફરિયાદ બહુ જ અંગત બની રહી હતી.

'એટલે, એમ કે... હું જોઈ શકું છું કે...તને મારા પ્રત્યે ઉમળકો આવતો નથી. લગ્નની શરૂઆતના દિવસો હું યાદ કરું છું અને મને તેની આંખમાં રમતી ઉષ્મા યાદ આવે છે. હમણાં કેટલાક દિવસથી, કેટલાક માસથી ગાયત્રીના હૃદયમાં મારા પ્રેમનો સહેજ પણ પડઘો પડતો નથી.'

'તમે તપાસ કરી કે તેનો દેહ સ્વસ્થ છે કે અસ્વસ્થ ?'

'એ તપાસ કર્યા વગર હું રહું ? એટલી તો ડૉક્ટર ! તમને