પૃષ્ઠ:Divadi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું અપરાધનિવેદન


ન્યાયાધીશ સાહેબ ! હું મારો ગુનો કબૂલ કરું છું. મારી રાજીખુશીથી આ કબૂલાત કરું છું. ગુનો કબૂલ કરવાની મારી ફરજ નથી એ આપે કહ્યું તે મેં સાંભળ્યું. મારા ઉપર કોઈએ દબાણ કર્યું નથી, મને કોઈએ ધમકી આપી નથી. દબાણ કર્યું હશે કે ધમકી આપી હશે તો ય એ દબાણ કે ધમકીને હું વશ થઈ કબૂલાત કરું છું એમ પણ નથી. સાચી વાત હું જાણીબૂજીને કહું છું. પુરાવો થયો છે એટલે હું કબૂલાત નહિ કરું તો ય આપ મને સજા તો કરશો જ. તેની બીક લાગવાથી પણ હું સાચી વાત કહું છું, એમ ન માનશો બસ અત્યારે મને સત ચઢ્યું છે; હું સાચું જ બોલીશ અને મારો ગુનો કબૂલ કરીશ.

મારે માથે નાખેલો ગુનો એ મારો પહેલો ગુનો નથી. હું તો નાનપણથી જ ગુના કરતો આવ્યો છું, પરંતુ મારો એક પ્રશ્ન છે: ગુના કોણ નહિ કરતુ હોય ? જેને સગવડ ન મળે તે ગુનો ન કરે અગર જેનામાં હિંમત ન હોય તે ગુનો ન કરે. મને ગુનો કરવાની સગવડ ઠીક ઠીક મળી. મારામાં ગમે તેવા કઠણ ગુના