પૃષ્ઠ:Divadi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : દીવડી
 

માતાપિતાની ધમકીથી બચવા અમે શાળાની સ્કૉલરશિપનું જૂઠું નામ આગળ કરતાં અથવા બેસવાની લાલચે સાઈકલ વાપરવા આપનાર મિત્ર તરીકે ઓળખાવા ઘણા મિત્રો તૈયાર રહેતા. આમ ધનિકની માલિકીની દેખાદેખીમાં અમારી ચોરી ચાલ્યા જ કરતી હતી. ચોરીનું સૂચન પેલા મધ્યમ વર્ગના મિત્રનું અને તેની અમલ બજવાણી મારી; ઉપયોગ અમારા બન્નેનો.

આમ ચોરીમાંથી બંધાયેલી અને ઘટ્ટ બનેલી અમારી મૈત્રી ચાલુ રહી. મિત્રના સૂચન વધતાં ચાલ્યાં અને ચોરીની મારી હિંમત વધતી ચાલી. અમે કદી પકડાતા નહિ. અને પકડાવાનો પ્રસંગ આવતાં કોઈ કલ્પના ઉપજાવી તેને સત્ય તરીકે ઠસાવી શકતા, જે પુરવાર કરવા અમને ખોટા સાક્ષીઓ પણ મળી રહેતા.

અમે ત્રણે જણ ભણતા પણ સાથે. ધનિકને ચોપડીઓ જોઈએ એટલી મળે; મને અને મારા બીજા મિત્રને તેની પણ મુશ્કેલી; પરંતુ સર્વે મુશ્કેલીઓમાં પાર ઉતારનાર ચાવી અમને ચોરીમાં મળી આવી હતી. ધનિક મિત્રની ચોપડીઓ તો અમે જરૂર ચોરીએ; સાથે સાથે અમારી હાથચાલાકીનો લાભ અમે બીજાઓને પણ શા માટે ન આપીએ ? સ્લેટ, પેન, પેન્સિલ, નોટ પણ આમને આમ મળી રહેતાં. કહેવું જોઈએ કે મારો અને મારા મિત્રનો અભ્યાસ કોણ જાણે કેમ પણ સરસ ચાલતો, એટલે શિક્ષકોની અમારા પ્રત્યે સહાનુભૂતિ હતી અને વિદ્યાર્થીઓમાં અમારે માટે માન હતું. મોટે ભાગે તો અમારા ઉપર વહેમ કોઈને જતો પણ નહિ. એ પરિસ્થિતિનો અમે લાભ પણ લેતા. શા માટે નહિ? એ વગર અમારાથી આગળ વધી શકાય એમ હતું જ નહિ. પુસ્તકાલયમાંથી પુસ્તકો ઉઠાવી જનાર અસંખ્ય વિદ્યાર્થીઓ તો આપે જોયા જ હશે, ન્યાયાધીશ સાહેબ ?

બહુ શિક્ષકો રાખવા છતાં ધનિકપુત્રનો અભ્યાસ જરા મંદ ચાલતો. તેને બહુ અભ્યાસની જરૂર પણ ન હતી, પરંતુ કેટલાક