પૃષ્ઠ:Divadi.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૭૯
 


નિરર્થક આપણું ભલું ઈચ્છતા ઘણા માણસો જોવામાં આવે છે. જરૂર ન હોય તો ય આપણી કાળજી કરનાર માનવીઓનો હજી તોટો નથી. ફકીર પણ એવો જ એક માનવી હશે એમ ધારી તેની સલાહને બાજુએ મૂકી હું રાત્રે ખાટલામાં તંબૂની બહાર જ સૂઈ રહ્યો અને મને બહુ જ સરસ નિદ્રા આવી. ઠંડક એટલી સરસ વ્યાપી ગઈ કે હુ ગાઢ નિદ્રામાં પડ્યો.

શીતળતા ગમે જરૂર; પરંતુ એનો યે અતિરેક હોઈ શકે. થરમૉસ જેવી પેટીમાં જાણે મને સુવાડ્યો હોય એવી એકાએક લાગણી મને થઈ આવી. પ્રથમ તો એ લાગણી મને ગમી; પરંતુ ધીમે ધીમે મને લાગ્યું કે શીતળતા અસહ્ય બનતી જાય છે અને મારાં રોમ ઊભાં થઈ જાય છે. મારી આંખ ખૂલી ગઈ. હું કોઈ બરફની પેટીમાં નહોતો; પરંતુ વૃક્ષઘટા નીચે આવેલા મારા ખાટલામાં જ સૂતો હતો. પાસે પડેલું ઓઢવાનું સાધન લેવા હું બેઠો થયો અને એક વૃદ્ધ હાડપિંજર સરખા માનવદેહને. મંદિરની ધર્મશાળામાંથી દોડતો આવતો મેં નિહાળ્યો.

કોણ હશે એ? ફકીરને તો મેં જોયો હતો. આ તો ફફીર કરતાં પણ વધારે વૃદ્ધ કોઈ હિંદુ સાધુ હતો ! મારો ભણી જ તે દોડતો આવતો હતો. ધોળી દાઢી અને ધોળી જટાથી હિંદુ તરીકે ઓળખાઈ આવતો આ વૃદ્ધ કોઈ ચોર, લૂંટારો કે બહારવટિયો તો નહિ હોય ? કે પછી બેમાંથી એક ગામનો ઉશ્કેરાયલ કોઈ વૃદ્ધ ગામાત ઝગડાને અંગે મારું કાટલું કાઢવા તો મારા ઉપર નહિ ધસી આવતો હોય? હું સાવધ થઈ ઊભો થવા જાઉં છું, ત્યાં તો મને લાગ્યું કે મારા પગમાં ઊભા થવાનું જોર હતું જ નહિ મને વધારે કંપારી આવી.

એકાએક પેલા વૃદ્ધના કંઠમાંથી ઉદ્દગાર નીકળ્યો :

'ઊજળી ! ઊજળી !'

'શું આ ઘેલો વૃદ્ધ નદીને પોકારી રહ્યો છે? શા માટે ? નદીની