પૃષ્ઠ:Divadi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : દીવડી
 


'કામ કશું નહિ.'

‘ત્યારે આમ વલોપાત કેમ કરો છો ?'

'સાચી વાત કહું, ઊજળી? તારા વગર ઘડી મને ફાવતું નથી.'

'નાનપણમાં કહેવું હતું ને આમ ! અત્યારે કોઈ સાંભળે તો લાજી મરીએ.'

'હું ખરું કહું છું ઊજળી ! કોણ જાણે કેમ, પણ તું આંખ સામે ન હોય ત્યારે...'

'બસ થયું હવે ! નાખો ઊજળીને નદીમાં એટલે પાર આવે !' પંચમની બહુ નજીક આવી, તેના જટાગૂંથ્યા વાળ ઉપર હાથ ફેરવી ઊજળી બોલતી. નદીમાં ઊજળીને નાખવાની વાત આવતી તે સાથે પંચમના હૃદયમાં ધડકાર વધી જતો અને પંચમના નિર્બળ બનતા જતા હસ્ત ઊજળીના હાથને પકડી લેતા.

ધડકાર વધે કે ન વધે; વર્ષો વીત્યાં અને ઊજળીને નદીએ લઈ જઈ બાળવાનો પ્રસંગ આવ્યો. પંચમ એક દિવસ ગુસ્સે થયો. હમણાંનો એ ઘણી વખત ગુસ્સે થતો, કારણ વગર. બૂમ પાડતાં બરોબર ઊજળી આવી નહિ અને આવી ત્યારે લથડિયું ખાઈ જમીન ઉપર પડી તે ઊઠી જ નહિ. ઊજળી મૃત્યુ પામી અને તેના દેહના અંત્યેષ્ટિસંસ્કાર પણ થઈ ગયા. લોકોને પંચમની બહુ દયા આવી. જિંદગીભર ભેગું રહેલું જોડું તૂટી ગયું ! પંચમની આંખમાં આંસુ ન હતાં ! જાણે એ પ્રસંગ બન્યો જ ન હોય એમ તે શૂન્યતાપૂર્વક આખી ક્રિયા કરી ગયો અને પોતાને મંદિરે જઈ તે સૂઈ ગયો. રાતમાં કોણ જાણે શું થયું. સૂઈને ઊઠ્યો એટલે તેણે બૂમ પાડી :

'ઊજળી !'

'ઊજળી તો નથી... પણ લ્યો , આ દૂધભાત હું લાવી છું... જમી લો !' ગામની કોઈ સ્ત્રી પંચમની દયા ખાઈ તેને માટે ખોરાક