પૃષ્ઠ:Divadi.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરાળની દુનિયા : ૮૭
 

લઈ આવી હતી.

'તે ઉજળી કેમ ન આવી ?... કેટલી વાર ?' પંચમે કંટાળો દર્શાવી કહ્યું.

'આવશે હવે ! જમી લો તમે !' કહી એ સ્ત્રીએ પંચમ પાસે ભોજન મૂક્યું. પંચમે તે જમવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેના હાથ અને મુખમાં જરા ય વેગ ન હતો. તેની આંખ બારણાં સામે જ જડાઈ ગઈ હતી - જાણે ઊજળી વગર તે બિડાતી ન હોય ! સ્ત્રીની આંખમાં આંસુ આવ્યાં.

સંધ્યાકાળે ફકીરને તકિયે પંચમે આવી ધીમે રહીને પૂછ્યું :

'ઊજળી અહીં તો નથી આવી ?'

'ઊજળી?' મૃત ઊજળી, ગતદેહા ઊજળી, કોઈ પણ સ્થળે ક્યાંથી આવી શકે? ફકીરે પંચમની આંખમાં ઘેલછા નિહાળી અને તેને પાસે બેસાડી દેહની નશ્વરતા વિશે થોડી ગઝલો સંભળાવી; પરંતુ પંચમની શ્રવણેંદ્રિય બોધ સાંભળવા તૈયાર હતી જ નહિ. વૃદ્ધ ઊઠ્યો.

'ક્યાં ચાલ્યા ?' ફકીરે પૂછ્યું.

'શોધી લાવું... જરા ઝઘડો થઈ ગયો...મારાથી.'

'કોને શોધી લાવો છો ?'

'ઊજળીને સ્તો.'

'બાવાજી ! જરા બેસો. આજ શું જમ્યા ?' ફકીરે પૂછ્યું.

'શું જમ્યો ?..હા, હા, ! ઊજળીએ કોઈ સાથે દૂધભાત મોકલ્યા હતા... એ ગામમાંથી આવતાં જરા વાર કરે ખરી; પણ મને ભૂખ્યો કદી ન રાખે...સંધ્યાકાળ થાય છે તો ય આજ તો બહારની બહાર...'

'આટલાં ફળ ખાતા જાઓ બાવાજી !' ફકીરે કહ્યું.

'એકલો નહિ ખાઉં. ઘેર મોકલી દો ! હું ઊજળીને મનાવી લાવું.' વૃદ્ધે ગામ તરફ પગલાં માંડ્યાં.

ફકીરની પણ આંખમાં અશ્રુ ઊભરાયાં. પંચમગીરના હૃદયે