પૃષ્ઠ:Divadi.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : દીવડી
 

પાછળ દોડી જોયું તો પંચમે એક વૃક્ષડાળીને બાથમાં લીધી હતી ! ક્ષણ...બે ક્ષણ...પાંચ ક્ષણમાં તો ડાળીએ બીડેલા પંચમના હાથ છૂટી ગયા અને શબ બની નીચે ઢળી પડ્યો !

માત્ર તેના મુખ ઉપર ઉજળી મળવાનો મહા આનંદ હતો !

ફકીરે પોતાની વાત કહી. પંચમના મૃત્યુની વિગત તો બરાબર મેં જોઈ એ જ હતી. શું પંચમગીરેનું ભૂત મેં જોયું ? હું વિચાર કરી રહ્યો. ફકીરે મને પૂછ્યું :

'સાહેબ ! આપે પણ આવું જ કાંઈ ઝાંઝવું જોયું, ખરું ?'

'સાચી વાત, સાંઈ ! એ જ સવારી ને ?' મેં પૂછ્યું.

'જી ! જુવાન ઈશ્કીઓ તો જોયા છે..પોણોસો–એંશી વર્ષના બુઢાપામાં આ પ્રેમ ? અજીબ ખ્યાલ..પણ એ બિચારાં કોઈને હેરાન કરતાં નથી. એકાદ રમત રમી અલોપ થઈ જાય છે.'

'તમારે અને એ સાધુને બનતું ખરું ?'

'શી વાત કરો છો, સાહેબ? એ તો મારા પિતા સરખા હતા. મંદિર સામે તકિયો ઊભો કરવાનો હુકમ પણ એમનો...તે સમયે આ મુસ્લિમ લીગનું ઝેર હિંદમાં ન હતું.

વિચારમાં ઊંડા ઊતરી જવાય એવી ઘટના બની ગઈ હતી. ફકીરે પંચમ તથા ઊજળીને લયલામજનૂની કક્ષામાં મૂક્યાં એમ જરા'ય ભૂલ ન હતી. એ વૃદ્ધ પ્રેમીઓને કલ્પનામાં ઊભાં કર્યા. યૌવનમાં પ્રેમની આગ એ બન્નેમાં કેટલી સળગી ચૂકી હશે?

એકાએક વિચાર આવતાં મેં ફકીરને પૂછ્યું :

'પણ સાંઈ ! આ સવારી હવે આમની આમ ચાલ્યા જ કરશે શું?'

'નહિ સાહેબ ! આ વાતને પચીસ વર્ષ વીતી ગયાં. હું જુવાન હતો તે હવે બુઢ્ઢો થઈ બેઠો છું. લોકો કહે છે કે આ વર્ષે ઊજળીનું