પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૩]


તો ખુશામત નહિ કરવી પડે. કામ ન આપે તે ખુશામત કરે ! ને નિશાળમાં સારું ભણાવીશું તો ટ્યુશન લેવાની કોને જરૂર રહેશે ! એ તો આપણે શાળામાં ન ભણાવીએ એટલે ટ્યુશનની ગરજ ઊભી થાય છે.”

શિવશંકર વચ્ચે બોલ્યાઃ “પણ ભાઈ, પગાર ઓછો મળે તેનું શું ! તમને તો મોં-માગ્યા પગાર મળે છે; પણ અમારે ક્યાં જવું !”

મે કહ્યું: “તમે પગાર માગો એટલે તમને પણ મળશે.”

વિશ્વનાથ કહેઃ “ખરી વાત; પગારને બદલે નોકરીમાંથી ધક્કો મળે !”

મે કહ્યું: “બધા શિક્ષકો વધારે પગાર માગે તો જોઈએ કેટલાકને ધક્કો મળે છે ! વળી હું તો કહું છું કે ધક્કો મળે તે પહેલાં તમે જ શા માટે નીકળી નથી જતા ! જરા બેપરવા થતાં શીખો. હું બેપરવા છું એમાં મારું ચાલે છે.”

ભદ્રશંકરે કહ્યું: “ ભાઈ, મમ્ મમ્‌ નું શું?”

મેં કહ્યુંઃ “મમ્ મમ્ ? હિંમતે મરદા તો મદદે ખુદા. ધંધા ક્યાં ઓછા છે ! હું તો ઝાડુ વાળીને પણ પેટ ભરું; પણ તમારા જેમ અધ-ભૂખ્યો રહું નહિ. આ કાંઈ તમારા પગાર કહેવાય !”

વિશ્વનાથ કહે: “ભાઈ, એકને બદલે અઢાર જણ અમારી જગા પૂરવાવાળા છે, તમને ક્યાં ખબર છે !”

મેં કહ્યું: “આપણે તેમના આડા ઊભા રહીએ. આપણે તેમને આપણો ચાર્જ આપીએ તો ને ! વળી નવો ચાર્જ લેવા દઈએ તો કે ! એ તો એક વાર શાળા ફરતા રાતદિવસ ચોકી ભરીએ; પણ જે ખાડામાં આપણે પડ્યા છીએ તે ખાડામાં બીજાને કેમ પડવા દઈએ ! તેમને પગે પડીને કહીએ: 'ભાઈ, ધંધો