પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૫]

અખતરામાં વિષય છોડી દેવાની વાત નથી. વિષય સરસ રીતે ભણાવી દેવાનો છે. તમે ભણાવો ગમે તે રીતે પણ બીજા શિક્ષકોને ખાતરી કરી આપો કે ભૂગોળ રસિક વિષય છે અને સરસ રીતે ભણાવી શકાય છે. તમારા અખતરાની કિંમત મને એમાં છે.”

વિદ્યાધિકારીએ સરસ રીતે મારું મોં બંધ કર્યું; પણ મેં કહ્યું: “આ પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમ તો મારે ન જોઈએ. હું મારી રીતે ભૂગોળ શીખવીશ. હું આશા રાખું છું કે આપ નિરાશ નહિ થાઓ.”

સાહેબે કહ્યું: “હું પણ એ જ માગું છું.”

થોડી વાર પછી વિદ્યાધિકારીએ એક બીજો સવાલ પૂછયો: “તમારું શું ધારવું છે - આપણે આ પરીક્ષાઓ લઈએ છીએ તે બાબતમાં ? નવીન શિક્ષણના હિમાયતીઓ પરીક્ષાનો સદંતર વિરોધ કરે છે; અને તેની બદી ખરેખર ભયંકર છે. અમારે તો ખાતું ચલવવું રહ્યું એટલે પરીક્ષાને કેમ કાઢી શકાય ! પરિણામ પણ જોઈએ. વળી પરીક્ષા ન લઈએ તો શિક્ષક ન પણ ભણાવે, અને પ્રામાણિક શિક્ષક ભણાવ્યે જાય તો પણ ભણાવતાં આવડ્યું છે કે નહિ તેની ખબર પરીક્ષા વિના ન પણ પડે. વળી એ બધું છતાં વિદ્યાર્થીમાં ભણતર ઊગ્યું છે કે નહિ એ જાણવાનો કાંઈક રસ્તો તો જોઈએ જ. આ મુશ્કેલીમાં તમારે શેનો અભિપ્રાય થાય છે ?”

મેં કહ્યું: “આપની મુશ્કેલી સાચી છે. જ્યાં સુધી ગમે તે વિદ્યાર્થી ભણવા બેસે છે અને જયાં સુધી ગમે તે શિક્ષક ભણાવે છે ત્યાં સુધી પરીક્ષા જોઈશે જ. પરીક્ષા ત્યારે કાઢી નાખીએ કે જ્યારે અંદરથી ભણવાની હોંશે વિદ્યાર્થી ભણવા આવે, અને સામેથી ભણાવવાની કળાવાળા શિક્ષક ભણાવવાની હોંશથી ભણાવવા