પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રથમ ખંડ

પ્રયોગની શરૂઆત
: ૧ :

મેં વાંચ્યુંવિચાર્યું તો ઘણું હતું પરંતુ મને અનુભવ ન હતો. મને થયું કે મારે જાતઅનુભવ લેવો જોઈએ: ત્યારે જ મારા વિચારો પાકા થશે, ત્યારે જ મારી અત્યારની કલ્પનામાં કેટલું સત્ય છે અને કેટલું પોલાણ છે તે સમજાશે.

હું કેળવણીના વડા પાસે ગયો ને મને પ્રાથમિક શાળાનો એક વર્ગ સેાંપવાની માગણી કરી.

ઉપરી સાહેબ જરા હસ્યા ને કહ્યું: “રહેવા દો તો ? એ કામ તમારાથી નહિ બને. છોકરાંને ભણાવવાં અને તેમાં ય પ્રાથમિક શાળાનાં છોકરાંને, એમાં તો નેવાનાં પાણીને મોભે ચડાવવાં