પૃષ્ઠ:Divasvapna.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧૨]

જોઈએ. અમારા જેવા શિક્ષકો અને અધિકારીઓએ હવે રાજીખુશીથી રજા લઈ આ નવી પેઢીના કેળવણીના કલ્પક વિચારકોને જગા આપવી જોઈએ."

“હું મારો આનંદ શી રીતે વ્યકત કરું ! આ તેમના વર્ગના વિદ્યાર્થીઓ સામે જુઓ. તેઓ કેટલા વ્યવસ્થિત, તંદુરસ્ત અને આનંદી છે! તેમની શક્તિ કેટલી વધી છે તેનો હું સાક્ષી છું. તેમનાં માબાપોનો એમના વિષેનો સંતોષ મેં વારંવાર સાંભળ્યો છે.”

વિદ્યાધિકારીનું ભાષણ પૂરું થયું. સૌ વિખેરાયા. હું ઘેર આવ્યો.



****