પૃષ્ઠ:Divasvapna.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪ ]

કરશે નહિતર આપણે શું ? ને ઉઘાડે માથે તો છોકરાઓને શાળામાં આવવા ન દેવાય. એ તો અસભ્યતા ! એ બાબતમાં ઉપરી સાહેબનો હુકમ જોઈશે.”

મે કહ્યું: “સાહેબ, આ જ ભણતરની નવી વાતો અને નવી રીતો છે, મેલાઘેલા ને ઢંગધડા વિનાના છોકરાઓનું પહેલું ભણતર વળી બીજું કયું હોય ! વળી જુઓ ને, એ બધા મેં કહ્યું તેથી શરમાયા તો છે જ. તેમને એમ તો લાગ્યું જ છે કે આમ ગંદા ન રહેવાય. મારી તો ખાતરી છે કે ધણાએ સાફસૂફ રહેવા પ્રયત્ન કરવા લાગશે. બાકી ટોપીઓની બાબતમાં હું ઉપરી સાહેબનો મત જાણીશ; અને અલબત્ત, તેઓનો હુકમ નહિ મળે તો તો એ ફેરફાર બંધ રહેશે.”

હું ઘેર ગયો, ને તુરત જ ઉપરી સાહેબને ત્યાં ગયો.

“કેમ ? આજે અત્યારે ક્યાંથી ?”

“જી, એક બાબતમાં પૂછવાનું છે.”

“પૂછો, શું છે ?”

“વર્ગમાં હું અને છોકરાઓ ઉઘાડે માથે આવી ન શકીએ ?”

“શા માટે ?”

“છોકરાએાની ટોપીઓ એટલી બધી ગંદી છે ને જાતજાતની છે કે તેઓ ટોપી વિના જ આવે તો શું ખોટું ? આ ઉંમરે તેમને માથે એ ભાર ન હોય તો નહિ સારું ?”

“પણ લોકોને એ વિચિત્ર અને હસવા જેવું લાગશે.”

“લોકોને તો એમ લાગશે જ. આપની મરજી શી છે ?”

“મને લાગે છે કે આપણે આપણા આ પ્રયેાગમાં આવી સામાજિક બાબતોને ન સ્પર્શીએ. આપણે તો શાળાની ચાર