પૃષ્ઠ:Divasvapna.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫ ]


દિવાલોમાં બેસીને શિક્ષણમાં કેવા સુધારા કરી શકીએ છીએ તે જોવાનું હોય. ટોપીબોપીનું જવા દો ને !”

મને ઉપરી સાહેબનો વિચાર ટૂંકો લાગ્યો. પણ મને થયું કે હમણાં એનો આગ્રહ જવા દઈએ. હમણાં લોકો અને ઉપરીની સામે ન થઈએ.

મેં કહ્યું: “પણ બધા છોકરાઓ ઉઘાડે માથે બેસીને કામ કરે તેમાં વાંધો નથી ને ?”

સાહેબે કહ્યું: “ના, જરા યે નહિ. આપણાં વર્ગમાં તો તમે તમને ગમે તે સુધારા કરો ને ! જો એમ કરતાં લોકો તે ઝીલી લે તો ટોપી પહેરાવવાનો મારો આગ્રહ તો નથી જ.”

મેં કહ્યુંઃ “વારુ સાહેબ, હવે એક બીજી વાત પૂછવાની છે. મારે મારા વર્ગમાં એક નાનું એવું પુસ્તકાલય રચવું છે. એ માટે મને પૈસા મળી શકે ?”

સાહેબ કહે: “પૈસા તો શી રીતે મળે? આપણે પ્રયોગ તો એક રીતે મારી અને તમારી વચ્ચે છે. બજેટમાં જે પૈસા છે તેથી જ આપણે શાળા ચલાવવાની છે. તમારી શાળાના તમારા વર્ગને ભાગે જે આઠબાર આના આવે તેમાં બધી રમત કરવાની છે.”

મે કહ્યું: “ત્યારે?”

સાહેબે કહ્યું: “ત્યારે હમણાં તો વિચાર પડી મૂકવો.”

મેં કહ્યુંઃ “એક બીજી યોજના છે. આપ મંજૂર કરો તો થાય. એ યેાજના એ છે કે દરેક છોકરાને પાઠયપુસ્તકો તો લેવાં જ પડે છે. ગુજરાતી ચોથી ચોપડી, તેના અર્થો અને ઇતિહાસની ચોપડી તો બધા છેકરાએાને ખરીદવાની જ હોય છે.”

“હા; તો ?”

"તો હું એમ કરવા માગું છું કે છોકરાઓ પાસે પાઠ્યપુસ્તકો લેવરાવવાં જ નહિ; પણ તેના કુલ ખર્ચ જેટલી જે રકમ થાય