પૃષ્ઠ:Divasvapna.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૫ ]


બીજાઓને મેં પાસે લીધા ને આદર્શ વાચન શરૂ કર્યું. મેં છટાથી, ભાવથી, નિયમ પ્રમાણે વાંચવા માંડ્યું; પણ પેલા પંદર જણાના વાંચવાનો અવાજ ! અટકીને મેં કહ્યું: “ભાઈઓ, સૌ મનમાં વાંચો. અમને અડચણ થાય છે.” સૌ ધીરા તો પડ્યા પણ તેમને મૂક વાચનનો મહાવરા જ ન હતો. તેઓ તાણીને જ વાંચતા હતા. તેઓ ધીમા પડી પાછા ઊંચેથી વાંચવા લાગ્યા. મેં તેમને છૂટા છૂટા ઓશરીમાં બેસી વાંચવાનું કહ્યું ને હું અંદર રહ્યો.

આદર્શ વાચન ચાલ્યું વાર્તા પસંદ કરેલી હતી એટલે સૌએ તે રસપૂર્વક સાંભળ્યું. ઘંટ થયો ત્યાં સુધી પુસ્તકવાચન અને આદર્શ વાંચન ચાલ્યાં, ને પછી અમે ઘેર ગયા.


: ૧૦ :

વાર્તા, રમતો, પુસ્તકાલય, આદર્શ વાચન તેમ જ સ્વચ્છતાની અને વ્યવસ્થાની ખટપટ કરતાં બેત્રણ માસ વીતી ગયા. હું કામનો હિસાબ કરવા બેઠો. મેં થયેલા કામ પર નજર નાખી. મને લાગ્યું કે “હજી પાશેરામાં પહેલી પૂણી પણ નથી થઈ. અભ્યાસક્રમના વિષયો ગૂજરાતી, ગણિત, ઇતિહાસ, પદાર્થ- પાઠ વગેરેમાં તે કશું જ નથી કર્યું. બીજા વર્ગોમાં તો કેટલું યે ચાલી ગયું છે. આ બધું તો વર્ષ આખરે મારે કરી બતાવવું જ પડશે. એ મારા અખતરાની શરત છે. વારુ, એ તો 'ઠીક. પણ મેં શું શું સાધ્યું તે તો જોઉં ! વાર્તાકથન સારી રીતે ફાવ્યું હતું. છોકરાઓ તેથી ઠીક ઠીક વ્યવસ્થિત અને અભિમુખ થયા હતા. પણ હજી ચંપકલાલ અને રમણલાલને વાર્તા નથી ગમતી; રામજી અને શંકરને વાર્તા સાવ સહેલી પડે છે; ને વાર્તા વખતે રઘો ને માધો આંખમીચકારા કરે છે, આંગળીઓના ચાળા કરે છે ને બીજાનાં આળવીતરાં કરે છે તેનો ઉપાય તો કરવો જ રહ્યો છે ! હા, એટલું ખરું છે કે રમત રમાડવાથી બાળકો મારી સાથે