પૃષ્ઠ:Divasvapna.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

સ્વ. ગિજુભાઈ બધેકા શ્રીદક્ષિણામૂર્તિ વિદ્યાર્થિભવન, ભાવનગરમાં વીસ વર્ષની આજીવન સ્વયંસેવક તરીકેની સેવા પૂરી કરી નિવૃત્ત થયા તે પ્રસંગે તેઓના વિદ્યાર્થીએાએ, પ્રશંસકોએ અને મિત્રોએ અમદાવાદમાં એક સન્માનસમારંભ દરબારશ્રી ગોપાળદાસ દેસાઈના પ્રમુખપણા નીચે યેાજી એક થેલી એમને અર્પણ કરેલી. તે પ્રસંગે સ્વ. ગિજુભાઈએ આ થેલી 'બાલસન્માન વિધાપીઠ' (Children's Academy)ના પ્રથમ ફાળા તરીકે અર્પણ કરવાની ઇચ્છા જણાવી હતી; પરંતુ ત્યાર બાદ તેઓએ 'ગુજરાત બાલવિકાસ સંસ્થા'ની યોજના તૈયાર કરી, અને તે કામ નીચેની સમિતિ નીમી તેમને સોંપ્યુંઃ–

પ્રો. શ્રી. રામનારાયણ વિ. પાઠક, પ્રમુખ, અમદાવાદ

,, શંકરભાઈ સોમાભાઈ પટેલ, વડોદરા
,, સેમાભાઈ કીશાભાઈ પટેલ, સુણાવ
,, નરેન્દ્ર ગિજુભાઈ બધેકા, ભાવનગર
,, ઈન્દુપ્રસાદ દેવશંકર ભટ્ટ, અમદાવાદ
,, સેમાભાઈ ભાવસાર, અમદાવાદ
,, લીલાવતી ખાંડવાળા, મુંબઈ
,, શંકરભાઈ રતિલાલ શાહ, નડિયાદ
,, વજુભાઈ દવે, અમદાવાદ

આ સમિતિ પોતાનું કામ શરૂ કરે તે પહેલાં તેઓનું દુઃખદ અવસાન થયું. તે પછી તે થેલીની રકમ મેળવવા માટે કાયદા પ્રમાણેની તજવીજ કરવામાં આવી. તે કામનો નિકાલ તા. ૫-૩-૧૯૪૨ના રોજ થતાં થેલીનાં નાણાં સમિતિને મળી ગયાં. બાદ થેલીનાં નાણાંની વ્યવસ્થા કરવા માટે સમિતિની સભા તા. ૮-૩-૪રના રોજ થઈ. તેમાં પ્રકાશન બાબતમાં નીચેનો ઠરાવ થયો:-