પૃષ્ઠ:Divasvapna.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૩]

સાંભળવા અવકાશ નથી, કે મોટાંઓ તો હવે ખાઈપી ઊતર્યાં એટલે, કે શાથી, આ વાત શાળામાં આવી હશે?” પણ વિચારસરણી અધૂરી રહી ને ધંટ વાગ્યો.

થાકી ગયેલા છોકરાઓ સ્વામીજીને નમસ્કાર કરીને ગયા. હું અને સ્વામીજી રહ્યા. મેં કહ્યું: "મહારાજ ! આજે મારે ત્યાં જ ભિક્ષા લેવા કૃપા કરો.”

અમે જમતાં જમતાં વાતમાં ને વાતમાં ધાર્મિક શિક્ષણના પ્રશ્ન ઉપર આવ્યા. મહારાજજી કહે: “દેખો ભાઈ, આજકાલ ધર્મ જેવી વસ્તુનો લોપ થતો જાય છે માટે પહેલેથી જ ધાર્મિક શિક્ષણના સંસ્કાર પાડવા પડશે.”

મેં કહ્યું: “પણ મહારાજજી! આ કુમળાં મગજો ઈશ્વર, આત્મા, ધર્મ એવા કઠણ વિષયોને કેમ ઝીલે! આપે જ ન જોયું કે તેઓને રસ ન હતો, ને તેઓ સભ્યતાની ખાતર જ બેઠા હતા !”

મહારાજજી કહે: “હા, એ વાત તો સાચી છે. છોકરાઓને રમવા - કૂદવા - ખેલવાનું ગમે છે. વાર્તા કહીએ તો તે પણ ગમે છે. પણ આ વસ્તુ ગમે કે ન ગમે પણ તેમને કહેવી જોઈએ; મોઢે કરાવવી જોઈએ.”

“પણ સ્વામીજી ! ધર્મ મોઢામાં નથી રહેતો. ધર્મ તો જાગૃતિ છે; અને તે તો અંતરમાંથી જાગે ત્યારે ખરો. એ તો ત્યારે જાગે કે જ્યારે તેની ભૂખ લાગે. તે માટે પણ વખત આવે ત્યારે. સ્વામીજી ! આપને એમ નથી લાગતું કે આ બધું અકાળે લાદવા જેવું છે ?”

સ્વામીજી જરા વિચારમાં પડ્યા. મેં આગળ કહ્યું: “સ્વામીજી ! ધર્મ વાત સત્ય છે; તે જીવનતરણિ છે, મનુષ્યનું જીવનલક્ષ તરવું છે. પણ એમ નથી કે એ બધું ભારે કઠિન છે ? સામાન્ય બુદ્ધિની પણ બહાર છે? તે માટે કેટલી યે પૂર્વતૈયારી જોઈએ ?”