પૃષ્ઠ:Divasvapna.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધરવું, તેમાં પહેલાં શ્રી, ગિજુભાઈનાં શિક્ષણવિષયક અપ્રાપ્ય પુસ્તકો તથા તેઓનાં અપ્રગટ બાલસાહિત્યનાં પુસ્તકો પ્રગટ કરવાં.

આ ઠરાવ થયા પછી 'ગુજરાત બાલવિકાસ સંસ્થા'ને સ્વ. ગિજુભાઈના સુપુત્ર ભાઈ નરેન્દ્રે યોગ્ય શરતોથી ગિજુભાઈનાં લખેલાં પુસ્તકોનું પ્રકાશન કરવાની અનુકૂળતા કરી આપી. તેથી આ પ્રવૃત્તિનો આરંભ 'દિવાસ્વપ્ન'ની બીજી આવૃત્તિના પ્રકાશનથી આજથી શરૂ થાય છે. ઉપરના ઠરાવ મુજબ બીજાં પુસ્તકો પ્રગટ કરવાનું કામ અનુકૂળતા પ્રમાણે ચાલુ રહેશે. અંતમાં સ્વ. ગિજુભાઈએ કલ્પેલું 'બાલસન્માન વિધાપીઠ' નું સ્વપ્નું વહેલું સાચું પડે એવી પ્રાર્થના કરીએ છીએ.

તા. ૩૧-૧૨-૪૨

અમદાવાદ
}
મંત્રીઓ
ગુજરાત બાલવિકાસ સંસ્થા


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

'દિવાસ્વપ્ન' રજૂ થયાં વર્ષો થયાં, તે હવે સ્વપ્ન નથી રહ્યું; સારાયે ગુજરાતના બાલશિક્ષણને આ પુસ્તકે નવો અવતાર આપ્યો છે. આવતા રાષ્ટ્રીય પુનર્રચનાના કાર્યમાં 'દિવાસ્વપ્ન' નવો રાજમાર્ગ દર્શાવતું તેજ પાથરશે એવી માન્યતા હોવાથી તેને ફરીથી પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાત આ પ્રયાસને આદર આપશે જ એવી આશા અસ્થાને છે ?