પૃષ્ઠ:Divasvapna.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તૃતીય ખંડ
છ માસને અંતે
: 2 :

દર વર્ષના રિવાજ પ્રમાણે આ વર્ષ પણ અમારી શાળાએ કયારની તૈયારીઓ કરવા માંડી હતી. મોટા સાહેબ પધારવાના હતા. એવો રિવાજ હતો કે મોટા સાહેબ આવે ત્યારે છોકરાઓ તેમની સામે સંવાદ કરે, કવિતાઓ ગાય, ડ્રિલ કરી બતાવે અને સાહેબ તેમાંના શ્રેષ્ઠને મોટું ઈનામ આપે; બીજાઓને કંઈ કંઈ ઈનામ આપે; અને આખી શાળાને તે દિવસે સાકરના પડા મળે.