પૃષ્ઠ:Divasvapna.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૭]

સંવાદો ઉપદેશપૂર્ણ હતા. જે ઉપદેશો મોટાના મોઢામાં શોભે તે ઉપદેશો નાના બાળકોના મોઢામાં લાજતા હતા. એ ઉપદેશનું ફારસ ઘણું બેહૂદું હતું. મને તો તેમ ચોખ્ખું જ લાગતું હતું, અને તેમજ તે મોટા સાહેબને લાગતું હતું. તે મૂછમાં હસતા હતા, અને શિક્ષકભાઈઓ જો જરા તટસ્થ થઈને જોત તો તેમને પણ તેવું જ લાગત.

મેળાવડો પૂરો થયો. સાહેબે આભાર ને ખુશાલી બતાવ્યાં. ઇનામો વહેંચાયાં અને હેડમાસ્તર, ઉપરી સાહેબ અને સૌને આજના પ્રસંગ માટે સંતોષ થયો. સાહેબે વિવેકના ઉદ્દગારો કાઢ્યા હતા: “આ શાળાના કામે મને સંતોષ આપ્યો છે.”

આખરે અમારા ઉપરી સાહેબે મોટા સાહેબને વિનંતિ કરી: “અમારા આ શિક્ષક કંઈક બતાવવા માગે છે. પેલા પડદા પાછળ કંઈક ગોઠવ્યું છે.”

સાહેબે તે જોવાની ઇચ્છા જણાવી એટલે હું પડદા પાછળ ગયો. ત્રીજી ટકોરીએ પડદો ઉધાડ્યો. વચ્ચે હું અને આજુબાજુ મારા વિદ્યાર્થીઓ હતા. અમારા વર્ગમાં રોજ ગવાતા એક ગીતને અમે પ્રાર્થના રૂપે ગાતા હતા. આખો એારડો શાંત હતો. એકાએક નાટક ક્યાંથી એ વિચારમાં સૌ પડી ગયા હતા.

પ્રાર્થના પછી “કચેરી મેં જાઉંગા” નો ખેલ શરૂ થયો. એક છોકરો ઉંદર થયો હતેા. દોરડું કેડે બાંધી પૂંછડી કરી હતી. માથે કાળું કપડું ઓઢ્યું હતું ને ચાર પગે ચાલી ચૂંચું કરતો હતો. વળી એક છોકરો દરજી, બીજો ભરતવાળો, ત્રીજો મોતીવાળો, ચેાથો ઢોલકવાળો, અને પાંચમો રાજા થયેા હતો. ઉપરાંત હું છઠ્ઠો હતો રાજાના સિપાઈ તરીકે.

પાત્રો હંમેશના સાદા જ વેશમાં હતાં. રાજા ટેબલ પર રોફથી બેઠો હતો; ટોપી વાંકી મૂકી હતી. સિપાઈએ એટલે મેં મૂછો