પૃષ્ઠ:Divasvapna.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૯]


“મહેરબાન સાહેબો,

આ અમારા નવા નાટ્યપ્રયોગો આપે શાંતિથી જોયા તે માટે અમે આપ સૌનો ઉપકાર માનીએ છીએ. આપની પાસે એ બાબતમાં હું એકબે હકીકતો રજૂ કરીશ. આપ તે સાંભળવા કૃપા કરશો.

આ ચોથા વર્ગના છોકરાઓ છે. આ પ્રસંગે આપણે બેચાર નાટક ભજવીએ તો કેમ એમ જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ઉત્સાહ અને તત્પરતા બતાવ્યાં. તુરત જ નાટકો પસંદ કર્યાં. જે વાર્તાઓ તેઓએ વાંચી છે ને સાંભળી છે, તેનાં જ આ નાટકો છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જેમ દર અઠવાડિયે આપણે વગર તૈયારીએ નાટકો કરીએ છીએ તેમ જ આ વખતે પણ કરવાનાં છે. અમે નાટકો ગોખાવતા નથી. માત્ર તેઓ વાર્તા જાણે છે, દરેક પાત્ર પોતાનું કથન શું છે તે જાણે છે, ને પછી તો રંગભૂમિ ઉપર સંબંધ જાળવીને પ્રસંગ પ્રમાણે હૈયાઉકલતથી બોલે છે. કોઈ પણ બાળકે કોઈ પણ પાઠ ગેાખ્યો નથી. સીનસીનરી અને વેશો નાટકનાં ગૌણ અંગો છે, મહત્ત્વનું અંગ અભિનય અને ભાવદર્શન છે. તેના તરફ અમારું ધ્યાન રહે છે. વેશ વગેરે વધારે નથી કરતા તેથી તેને વિકસવાની પૂરી તક મળે છે. આપે તે અહીં કેટલું જોયું તે આ૫ જાણી શક્યા હશો. તેઓને આ કામ અત્યંત ગમે છે. તેમને આનાથી ખૂબ આનંદ થાય છે. તેમને સાબાશી આપવી નથી પડતી, કેમકે તેઓ સરસ કામ કરે છે તે જ તેમને પૂરેપૂરો સંતોષ આપે છે.

આપે તસ્દી લઈ આ બાલનાટકો જોયાં તેથી ફરી વાર હું આપનો ઉપકાર માની વિરમું છું.”

મોટા સાહેબના મોં ઉપર પ્રસન્નતા દેખાતી હતી તે હું ક્યારનો જોઈ રહ્યો હતો. તે તુરત ઊઠ્યા ને બોલ્યા: “I can-not but congratulate both the teacher and