પૃષ્ઠ:Divasvapna.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૯]


મેં કહ્યું: “તે rule of the thumb થાત: ખાલી ગેાખણ. તે વગર સમજણની વાત થાત. હવે તેઓને કપ રીતની ખાતર કેવા, કેવી, કેવું એ પરીક્ષાઓ બતાવી શકાય.”

ઉપરી સાહેબઃ “વારુ; પછી આગળ કહો.”

મે કહ્યું: “પછી મે વચનો લીધાં: એકવચન, બહુવચન. તે પણ ઉપરની જ રીતે.”

ઉપરી સાહેબ: “એમ ! એમાં પણ રમતો જ ચલાવી ?”

મે કહ્યું: “હા જી. એકવચનવાળો બહુવચનને શોધી લાવી જોડી કરે.”

ઉપરી સાહેબઃ “એ તો ઠીક; પણ તમે નામ, ક્રિયાપદ વગેરે શી રીતે શીખવ્યું, એ કહો જોઈએ ?”

મેં કહ્યું: “જુઓ, પ્રથમ મેં ક્રિયાપદો લીધાં. વિદ્યાર્થીઓને વાંચતાં તો આવડે જ છે. મેં તેમને સમજાવ્યું કે જેમ પાટિયા પર લખું તેમ કરવું. લખ્યા પ્રમાણે ક્રિયા કરવી… હું ક્રિયા લખીશ, તમારે ક્રિયા કરવી. જેના તરફ આંગળી ચીધું તે કરે. મેં પાટિયા પર લખ્યું: 'ઊઠો', 'બેસો', 'દોડો', 'સૂઓ', 'રમો', 'ચાલો', 'નાચો', 'વાંચો', 'બોલો', 'હાલો', 'દોડો', 'પડો', 'કૂદો', 'ઠહાકો', 'બીઓ', 'ડોલો' વગેરે.

આ સાદી ક્રિયાઓ કરવામાં છોકરાઓને ભારે મજા પડી. તેઓ કહે: “વધારે લખો.” હું આવા શબ્દો વિચારતો ગયો ને તેઓ તે પ્રમાણે કરતા જ ગયા. બીજે દિવસે મેં એક કાર્ડ પર લખ્યું: 'થોડાંએક ક્રિયાપદો;-ઊઠો, બેસો, દોડો' વગેરે. સૌએ વાંચ્યું 'થોડાંએક ક્રિયાપદો.' ત્રીજે દિવસે હું એક ડાબલી લાવ્યો. તેની ઉપર લખ્યું હતું “ક્રિયાપદોની પેટી.” છોકરાઓએ ઉઘાડી ને તેમાંથી ક્રિયાપદો લીધાં; નાચો, કૂદો, ભાગો, મારો, પડો અને