પૃષ્ઠ:Divasvapna.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૧]


પછી મેં તેમને કહ્યું: “લખી લાવો હાથ આવે તેટલાં ક્રિયાપદો.” તેઓએ જ્યાં ક્રિયાવાચક શબ્દો ભાળ્યા ત્યાંથી તે લીધા. પાટી આખી ભરી દીધી.”

ઉપરી સાહેબ: “પછી ?”

“પછી મેં એક બીજી રમત લીધી. પાટિયા પર વાક્ય લખ્યું: 'રામજી દોડે છે; ચંપક વાંચે છે.' ને કહ્યું કે આમાંથી ક્રિયાપદને રાખો ને બીજું બગાડી નાખો; અને છોકરાઓએ આબાદ સાચું કર્યું. પત્યું. ત્યાં મેં તે વખતે ક્રિયાપદનો પાઠ અટકાવ્યો.”

ઉપરી સાહેબ: “ મને લાગે છે કે આ રીતે જરૂર તેમને આવડે. પણ તેએાનો વખત ઘણો જાય ને રમત રમવી પડે.”

મે કહ્યું: “ રમતો રમવામાં તો મજા આવે છે, ને થોડો વખત બગાડવો ને પરિણામે તેના કરતાં જરા વધારે વખતને સુધારવો એ શું સારું નથી ?”

ઉપરી સાહેબ: “એ તો ઠીક. વારુ, નામનું શું કર્યું ?”

મે કહ્યુંઃ “નામનું કામ મેં આ પ્રમાણે લીધું. પ્રથમ તો મારી રીત પ્રમાણે મેં નામોનાં પૂઠાં ટીંગાડયા: નામો, નામો, નામો. છોકરાએાએ પુષ્કળ શબ્દો વાંચ્યા, વારંવાર વાંચ્યા. નામોની યાદીમાં ખૂબ વિવિધતા હતી, અને એ વિવિધ નામો અમુક સમૂહો રચી તેમાં ગોઠવેલાં હતાં, એટલે તેનું વાચન સર્વને એક આનંદદાયક કાર્ય થઈ પડ્યું, વિદ્યાર્થીઓને ખબર ન પડે તેમ મારે આવું શીખવવાનું હોય છે. તેઓ હવે ક્રિયાપદોનાં અને નામોનાં પૂઠાંમાંથી નામેાને જુદાં પાડતા હતા. આ રીતે બે વર્ગને જુદા પાડવાનો પરિચય વધતો હતો.”

મેં તેમને એક વાર બેસાડ્યા ને કહ્યું: “જુઓ, હું મંગાવું છું. શું ? હું કંઈ કહેતો નથી. માત્ર જેને નામ હોય, જેનું