લખાણ પર જાઓ

પૃષ્ઠ:Divasvapna.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૫ ]


કોઈ પેન્સિલ ઉપાડવામાં આવી.

“હવે ખાસ લીલી ઉપાડો.”

લીલી ઉપાડી.

“હવે ખાસ પીળી ઉપાડો.”

પીળી ઉપાડી.

“હવે ખાસ લાંબી ઉપાડો.”

લાંબી ઉપાડી.

મેં પૂછ્યું: “ ખાસ કઈ પેન્સિલ લીધી ?”

“લીલી.”

“ખાસ કઈ લીધી ?”

“પીળી.”

“ખાસ કઈ લીધી ?"

“લાંબી.”

મેં પાટિયા પર લખ્યું: “આ ખાસ શબ્દો – આ વિશેષણો –કંઈક ખાસ બતાવે છે: કંઈક વિશેષ વધારે બતાવે છે.”

છોકરાઓએ વાંચ્યું ને તેમને કંઈક વિચાર થયો હશે.

મેં નામ અને વિશેષણની પેટીઓ કાઢીને રમત બતાવી: “નામનું વિશેષણ શોધો અને વિશેષણનું નામ શોધો.” છોકરે “રાતો” શબ્દ લીધો ને નામની પેટીમાંથી “ઘોડો” શબ્દ કાઢયો અને “રાતો ઘોડો' ગોઠવીને મૂકયું વિશેષણ અને નામના ઢગલાઓમાંથી જોડકાં બનવા લાગ્યાં. હું તો જોતો હતો અને ફરતો હતો. કેાઈ કેાઈ જોડકું ખોટું પડતું હતું.

પછી તો મેં મારી જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને તપાસી જોયા. તેઓ વિશેષણનો અર્થ મનમાં સમજેલા હતા તેથી ઝટ દઈને બરાબર નામ કે વિશેષણ ખોળી જ કાઢતા હતા.