પૃષ્ઠ:Divasvapna.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૭]


અમે–હું લક્ષ્મીરામ, ભીમજી, શામજી, ધનજી.

તમે–રવજી, લવજી, ત્રિકમ, દેવજી.

તેએા–પેલા ત્રીજા વર્ગમાં છે તે મોનજી, મૂળચંદ, લખમશી, રૂપસિંહ,

છોકરાઓએ વાંચ્યું. મેં કહ્યું: “આ હું, તું, તે બધાં સર્વનામ કહેવાય.”

એક કહે “સાહેબ, સર્વનામ એટલે શું ?”

મે કહ્યું: “તમે વિચાર કરોને ?”

બીજો કહેઃ “સાહેબ, મારું એટલે લવજીનું, એમ ને ? લક્ષમીરામભાઈનું એટલે તમારું, એમ ને ?”

ત્રીજે કહેઃ “ત્યારે મારું, તારું તમારું એ પણ સર્વનામો કે નહિ ?”

મે કહ્યું: “એ પણ ખરાં.”

પાંચમો કહે: “ પણ સર્વનામ અટલે શું ?”

મેં પાટિયા પર લખ્યું–

રામજીના હાથમાં પાટી છે.

રામજીના હાથમાં પેન છે.

રામજી બ્રાહ્મણ છે.

રામજી ભણે છે.

રામજી રોજ વહેલો આવે છે.

લક્ષ્મીરામ તમારા માસ્તર છે.

લક્ષ્મીરામ તમને ભણાવે છે.

લક્ષ્મીરામ તમને ફરવા લઈ જાય છે.

સૌએ વાંચ્યું. મેં બીજા વાકયથી 'રામજી' કાઢીને 'તે' મૂકયું. 'લક્ષ્મીરામ' કાઢીને 'હું' મૂકયું ને ક્રિયાપદમાં ફેરફાર કર્યો.