પૃષ્ઠ:Divasvapna.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૮ ]


છોકરાએાએ વાંચ્યું ને તેમનું મગજ ચાલ્યું. મેં પૂછયું: “કહો, સર્વનામ કોને ઠેકાણે મૂકવું?” કોઈ કહે 'રામજીને.' કોઈ કહે 'લક્ષ્મીરામભાઈને.'

મેં પૂછયુંઃ “રામજી, લક્ષ્મીરામ, એ નામ છે કે ક્રિયાપદ ?”

“ નામ.”

“ત્યારે રામજી, લક્ષ્મીરામ એ નામને બદલે જે આવે તેને શું કહીશું ?”

“ સર્વનામ "

ઉપરી સાહેબ હસ્યા: “તમે માસ્તર તો પક્કા લાગો છો ! બધું વિગતથી બરાબર ચીકણા થઈ ને વર્ણવો છો. ”

મે કહ્યું: “તે હવે કેમ મટી જવાશે ! વકીલ હોત તો ટૂંકમાં પતાવત. "

ઉપરી સાહેબ હવે થાકયા હતા; જોકે તેમને રસ પડયો હતો. પણ મે પછી રજા માગી અને તેમણે આપી. તેમણે કહ્યું: “ તમારી પરીક્ષામાંથી વ્યાકરણને બાદ કરવામાં આવે છે. પણ હજી કાળ અને વિભક્તિઓનું કામ કરવાનું છે તે થઈ જાય ત્યારે એક વાર વાત કરી જજો. મારે આવતે વર્ષે આ બાબતમાં કંઈક જરૂર કરવું છે."

હું પણ થાકયો પાકયો ઘેર આવ્યો ને પડી રહ્યો.


: ૩ :

છમાસિક પરીક્ષાના દિવસો આવ્યા. ઉપરી સાહેબ પોતે જ તપાસ કરવા આવવાના હતા. સાહેબ પરીક્ષાના શોખીન હતા.

મેં મારા વર્ગની તૈયારી કરી રાખી હતી; પણ તે અલબત્ત મારી રીતે. મેં માગી લીધું હતું કે આખી શાળાની પરીક્ષા થઈ જાય પછી જ મારા વર્ગની પરીક્ષા લેવાય મારા વર્ગની પરીક્ષા વખતે સૌ શિક્ષકભાઈઓ તથા હેડમાસ્તર સાહેબ હાજર