પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કે તળાવનું પાણી રાતું થઈ ગયું છે તો જાણજે કે હું મરી ગયો છું. બીજું, આંહી કશીયે વાત ત્યાં કહીશ મા. જરા પણ નહીં, નહીં તો ભૂંડું થવાનું." ઈલા કહે, “નહીં કહું.” છીપલીની ગાડીમાં બેસીને છોકરા સાથે ઈલા તળાવની પાળે આવી. કેટલુંયે જવાહર સાથે લેતી આવી: અપરંપાર મણિ, માણેક, પરવાળાં ને મોતી. સાપ વળાવવા આવ્યો. એની આંખોમાં આંસુ આવ્યાં. તમે રડો માં. હું સાચે જ સાત દિવસમાં પાછી આવી પહોંચીશ.” એમ કહીને અરધી હસતી ને અરધી રડતી ઈલા છોકરાંને લઈને પોતાને પિયર ચાલી ગઈ. ઈલાના ભાઈ–બાપ ગાંડા ગાંડા થઈ ગયા. એ બોલ્યા, “અરે ઇલા! તું ક્યાં હતી ? આટલી બધી માયા તને ક્યાંથી મળી? કયા દેશના રાજકુમાર સાથે પરણી?" ઇલાએ લગારે વાત કરી નહીં. પછી ભાઈઓ ઇલાના છોકરાને આઘે લઈ જઈને છાનામાનાં પૂછવા લાગ્યાં કે “કયા રાજાને ઘેર તમે અવતર્યા? ક્યાં આવ્યું એ રાજ? કયે માર્ગે થઈને ત્યાં જવાય ?” પણ છોકરાં કાંઈયે બોલ્યાં નહીં. એટલે છોકરાંને ડારો દીધો. તોયે તે કાંઈ બોલ્યાં નહીં. પછી એને ખૂબ માર માર્યો. એટલાં બધાં માર્યા કે બાળકોથી ખમાયું નહીં, તેઓ બધું માની ગયાં. - ઇલાના ભાઈઓએ તળાવની પાળે જઈને સાદ કર્યો નાગકુમાર” ત્યાં સાપ દેખાણો. સાપને કાંઠે ખેંચી લઈને ખૂબ માર મારીને ઠાર કરી દીધો. ભાઈઓ છાનામાના ઘેર આવ્યા. મનમાં લાગ્યું કે આ સાપને હાથે કોઈક દિવસ આપણી બહેન મરી જાત. સાત દિવસ વીતી ગયા. સાંજ પડી ગઈ હતી. ગરીબ ભાઈઓને ધન-દોલત આપીને ઇલા બાળકોની સાથે તળાવની પાળે આવી. પાળ ઉપરનાં ઝાડનાં પાંદડાં ધૃજતાં હતાં. પવન સુ સુ અવાજ કરતો હતો. ઇલાનું હૈયું બીકમાં ને બીકમાં ધ્રૂજી ઊઠ્યું. ઈલાએ સાદ પાડ્યો, “નાગકુમાર!' તળાવનું પાણી કંપી ઊઠ્યું. ઈલાએ જોયું ત્યાં તો પાણી લોહી જેવું રાતું થઈ ગયું. કોઈ આવ્યું નહીં. ઇલા માથું પછાડીને મરી ગઈ. છોકરાં પણ મા, મા’ કરતાં મર્યાં. ડોશીમાની વાતો

11

ડોશીમાની વાતો
૧૧