________________
ફૂલરાણી એક હતી ડોશી. એને દીકરો-દીકરી કાંઈ નહીં. એના મનમાં થાય કે અરેરે! મારે એક દીકરી હો. તો કેવું સારું થાત! મંદિરમાં જઈને ડોશી રોજ પ્રાર્થના કરે કે, “હે ભગવાન! એકાદ સં. આપો ને!” એક દિવસ ભગવાન પ્રસન્ન થઈને ડોશીના સ્વપ્નામાં આવ્યા. આવીને દર કે “ડોશી! મંદિરનાં પગથિયાં પાસે એક બી પડ્યું છે તે લઈને તારી વાડીમાં વાવ એમાંથી કંઈક નીકળશે'. ડોશીએ તો જઈને જોયું. ત્યાં સાચોસાચ મંદિરનાં પગથિયાં આગળ બી પટેલ એણે એ બીને પોતાની વાડીમાં વાવ્યું. રોજ ઊઠીને જાય ને પાણી પાય. એક દિવસ ત્યાં કૉટો ફૂટ્યો. બીજે દિવસે પાંદડાં નીકળ્યાં. એમ રોજ ડોશી સવારે ઊઠીને ત્યાં જાય ને. રોજ ઝાડ મોટું થાય. એક દિવસ ડોશી જઈને જુએ તો એક ધોળી ધોળી કળી ફૂટેલી. ડોશીની નક્ક આગળ જ એ કળી ઊઘડી, ને અંદર જુએ તો કળીના કેશર ઉપર ફૂલ સરખી એક સંદર છોકરી ઊભેલી. એક આંગળી જેટલી જ લાંબી છોકરી. ડોશી તો રાજી થઈ ગઈ. ને એને ઘેર લઈ ગઈ. એનું નામ પાડ્યું ફૂલરાણી. એક છીપલીમાં ડોશી ગુલાબના ફલની. પાંખડીઓ પાથરે, ને રોજ એમાં ફૂલરાણીને સુવાડે. એક દિવસ રાતે ડોશી ફૂલરાણીને ફૂલના બિછાનામાં પોઢાડીને સૂઈ ગયેલી. ઘરનાં બારણાં બંધ હતાં, પણ ઘરની ખાળમાં થઈને એક મોટો દેડકો અંદર આવ્યો. ફૂલરાણીને જોઈને દેડકાના મનમાં થયું કે “વાહ કેવી રૂપાળી કન્યા! આને મારે ઘરે લઈ જાઉં તો છોકરાં બહુ રાજી થશે'. એમ ધારીને તેણે તો આખી છીપલી મોઢામાં ઉપાડી, અને લઈ ગયો પોતાને ઘેર. તળાવની પાળે એક ઊંડું ભોંણ હતું એમાં દેડકો રહેતો. ઘેર આવ્યો ત્યાં તો કચ્ચાંબચ્ચાં ડ્રાઉં ડ્રાઉ!કરતાં દોડ્યાં આવ્યાં. બાપા કહે કે “ખબરદાર! કોઈ બોલશો નહીં. આ છોકરી જાગી ઊઠશે. સવારે બધાંય એની સાથે રમજો”. 12
લોકકથા સંચય