પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બેલવતી કન્યા એક હતો રાજા. તેને સાત દીકરા. છ પરણેલા. એક નાનો દીકરો કુંવારો. નાનો કુંવર રોજ ભણવા જાય ત્યારે મોટી પાંચ ભાભીઓ આશિષ આપે કે “તમારે સોનાની લેખણ થજો. નાની ભાભી આશિષ આપે છે. તમને બેલવતી કન્યા મળજો'. નાનો કુંવર નાની ભાભીને પૂછે છે કે “હું ભાભી! બેલવતી કન્યા ક્યાં હશે?” ભાભી કહે કે, “આંહીંથી સાત દરિયા આવે, ત્યાર પછી એક દેશ આવે. એ દેશમાં એક તળાવ. એ તળાવમાં બેલવતી કન્યા રહે છે.” એક દિવસ વહેલો ઊઠીને કુંવર મંડ્યો ચાલવા. ચાલતાં ચાલતાં સાત દરિયા વળોટીને આવ્યો એ તળાવ પાસે. તળાવની પાળે એક ઋષિની ઝૂંપડી હતી. ઋષિને કુંવર પગે લાગ્યો. કુંવરની કોમળ કાયા જોઈને ઋષિએ એને પૂછ્યું: “તું ક્યાંથી આવ્યો, બેટા ? આંહીં કેમ આવ્યો?” કુંવર કહે, “આવ્યો છું તો બેલવતી કન્યાને પરણવા”. ઋષિ કહે, “જો, આ સામે તળાવ. આ તળાવની વચ્ચે એક ટાપુ છે. ટાપુની ઉપર બેલફળનું ઝાડ છે. એ ઝાડ ઉપર એક જ બેલફળ ટીંગાય છે. એમાં સૂતી છે બલવતી કન્યા. એ ઝાડની આસપાસ રાક્ષસોની ચોકી છે. તારે તળાવમાં પડીને એક જ શ્વાસે ટાપુ ઉપર પહોંચવાનું. ત્યાં એક બકરું બાંધ્યું છે તે પેલા રાક્ષસોની આગળ મૂકવાનું, રાક્ષસો બકરું ખાવા માંડશે, એટલે ઝાડ ઉપર ચડીને બેલનું ફળ તું તોડી લેજે. પછી પાછો પાણીમાં પડીને આંહીં આવજે. પણ ધ્યાન રાખજે. આ બધું કામ એક શ્વાસે કરવાનું છે. શ્વાસ નીચો મેલીશ તો રાક્ષસો તને ખાઈ જશે.” રાજકુંવર હિંમત હાર્યો નહીં. એક શ્વાસે બેલફળ લઈને ઋષિ પાસે આવ્યો. ઋષિએ કહ્યું, “બેટા, જા તારે દેશ. ઘેર જઈને એ ફળ ભાંગજે. અંદરથી રૂપાળી એક કન્યા નીકળશે. પણ ખબરદાર, રસ્તામાં ક્યાંય ફળ ભાંગીશ મા.” કુંવર પાછો ચાલ્યો, સાંજ પડી, ને એક સરોવર આવ્યું. આખા દિવસનો થાક્યો પાક્યો હતો. મનમાં થયું કે લાવ ને આંહીં જ આરામ કરું. ડોશીમાની વાતો 15