પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મોટા ભાઈઓ કહે, ‘‘ના, ના, લઈશ મા. નક્કી એ કોઈ રાક્ષસી માયાનું ફૂલ હશે ! કમળનું ફૂલ આવડું મોટું હોય જ નહીં, પણ નાનો કુંવર કંઈ સમજે? એણે તો તળાવની પાળે જઈને ધનુષ્ય લાંબું કર્યું, કમળ ધનુષ્યમાં આવ્યું એટલે ખેંચ્યું. ત્યાં તો ડાંડલી ને ફૂલ બધુંય બહાર નીકળ્યું. ફૂલ હાથમાં આવ્યું તે વખતે જ એક પંખી ગાયન ગાતું ગાતું કુંવરને માથેથી ઊડી ગયું. બધાય કુંવ૨ પાછા ઘેર ગયાઃ છ રાજકુંવર તો ભાતભાતનાં જનાવર; ને ભાતભાતનાં પંખી લઈ ગયા. નાના કુંવરના હાથમાં તો આ એક જ રાતુંચોળ કમળનું ફૂલ. ફૂલ લાવીને કુંવરે પોતાના મહેલમાં ફૂલદાનીની અંદર ગોઠવ્યું. એક દિવસ કુંવર ઘે૨ નહીં. લુહારની બાયડી ફૂલને જોતાં જ ધ્રૂજી ઊઠી. એણે ફૂલની પાંખડીઓ વીંખીને બારીમાંથી બગીચાના ઉકરડા ઉપર નાખી દીધી. રાજકુંવર ઘેર આવ્યો. ફૂલ જોયું નહીં. એને બધી ખબર પડી. એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. રાણીને કહે કે “અરેરે! બેલવતી! તું કેવી કઠોર હૈયાની! આવું સુંદર ફૂલ છૂંદી નાખતાં તારી છાતી કાં થરથરી નહીં? એણે તારું શું બગાડ્યું હતું?” થોડા દિવસ થયા, ત્યાં તો એ ઉકરડા ઉપર એક મોટું મોટું બેલનું ઝાડ થયું. એ ઝાડ ઉપર એક ફળ ટીંગાતું હતું. માળી આવીને એ ફળ તોડી ગયો. ઘેર જઈને જ્યાં ભાંગે ત્યાં તો માંહેથી એક રૂપાળી કન્યા નીકળી. માળીને બાળક નહોતું. એ તો રાજી રાજી થઈ ગયો, ને બહુ જ લાડ કરીને એ કન્યાને ઉછેરવા લાગ્યો. પેલી બનાવટી રાણીને ખબર પડી કે માળીને ઘેર એક દેવાંગના જેવી દીકરી છે.એ છોકરીને જોતાં જ રાણીના હૈયામાં ફાળ પડી. ઢોંગ કરીને રાણી માંદી પડી. વૈદો-હકીમો ઘણાય તેડાવ્યા, પણ રાણીને સારું થાય નહીં. એક દિવસ રાણી કુમારને કહે કે, “રાત્રે મને સ્વપ્નામાં માતાજીએ દર્શન દીધાં અને કહ્યું કે માળીના ઘરમાં એક દીકરી છે. એને મારીને એના લોહીથી નાઈશ તો જ તારો રોગ જાશે.’’ રાજકુંવરે તરત જ હુકમ કર્યો કે “લઈ આવો એ છોકરીનું લોહી’’. માણસો તલવા૨ લઈ છૂટ્યા. છોકરીને મારીને લોહીનું ઠામ ભરી લાવ્યા. બનાવટી રાણીએ એ લોહીથી સ્નાન કર્યું, એટલે એનો રોગ મટ્યો. એ છોકરીનો બાપ ચોધાર આંસુએ રોયો. એમ દિવસ ચાલ્યા જતા હતા. રાજકુમારનું મન ક્યાંયે જંપતું નહોતું. હાય રે! આટલી આટલી ચીજો લાવી આપું તોયે રાણીનું મન માને નહીં. જે માગે તે આપું તોયે રાણી ખિજાતી રહે. ઉદાસ રાજકુંવર એક દિવસ જંગલમાં નીકળ્યો. ચાલતાં ચાલતાં એક નદીને કાંઠે આવ્યો. ત્યાં તો એક મોટો મહેલ જોયો. પણ અંદર કોઈ માનવી ન મળે. રાજકુંવર મેડી ઉપર ચડ્યો. અગાશીમાં જાય ત્યાં તો કોણ જાણે ક્યાંથી બે પંખી આવીને કઠેડા ઉપર ડોશીમાની વાતો

17

ડોશીમાની વાતો
૧૭