પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

18 બેઠાં. બહુ સુંદર પંખી! મેઘધનુષના સાતેય રંગ કેમ જાણે એની પાંખમાં થી લ અને વાહ! પંખી માણસનાં જેવાં ગીત ગાય! પંખી શું ગાયન ગાતાં હતાં? પંખી ગાતાં હતાં જેલવતી કન્યાની વાત. રાજકુંવરે કેવી રીતે સક્ષો ઉપ બેલફળ લીધું, પછી કેવો તે તળાવની પાળે સૂતેલો, લુહારની બાયડીએ કર્યું કટ કરીન બેલવતીને પાણીમાં ડુબાડી, પછી રાજકુંવર કેવી રીતે એ કમળ લઈ ગયો, અને ત્યા પછી જે જે બનેલું તે બધું પંખીએ ગાયું. બધી જૂની વાત ગાઈ બતાવી. રાજકુંવરની આંખમાં પાણી આવ્યાં, એણે પૂછ્યું, ‘‘રે પંખી! ક્યાં હશે એ બેલવતી કન્યા?’’ પંખી બોલ્યાં, ‘રાજકુમાર! આંહીંથી એક તીર ફેંકો, જ્યાં જઈને તીર પડશે ત્યાંથી પશ્ચિમ દિશામાં એક પહાડ છે. એ પહાડમાં હીરા-મોતી જડેલા એક મહેલમાં એ બેલવની એના માબાપ સાથે રહે છે. વરસે એક દિવસ આંહીં આવીને રહે છે. છ મહિના પહેલાં આવેલ. મહિના વીત્યે આવશે. રાજાજી! આંહીં રહેશો તો એને મળાશે.” છ મહિના સુધી રાજકુંવર ત્યાં રહ્યો. પંખીની સાથે વાતો કરતાં કરતાં વખત વીતી ગયો. છેલ્લી રાત પૂરી થઈ. પરોડીએ કુંવર જાગે ત્યાં તો આઘેથી વાંસળીનો સૂર સંભળાય છે. ચારેય બાજુ ફૂલની સુવાસ પથરાઈ રહી છે. “આવી, એ આવી, મારી બેલવતી! બેલવતી આવી પહોંચી.’ એનો હાથ ઝાલીને કુંવર રડી પડ્યો ને બોલ્યોઃ ‘‘મને માફ કરજે, વહાલી બેલવતી મને કશી ખબર નહોતી’’. ઝળક ઝળક થતો પાલવ લઈને બેલવતીએ કુંવરની આંખો લૂછીને કહ્યું, ‘‘રાજકુમાર ! રડો ના! મારા સોગંદ!' બીજે દિવસે બેઉ જણાં રાજધાનીમાં ગયાં. રાજકુંવર બનાવટી રાણીને મારી નાખવા તલવાર લઈને દોડ્યો. બેલવતી આડી પડી. બનાવટી રાણી બેલવતીને પગે પડીને ચાલી ગઈ. ફરી વાર કુંવરે સાચી બેલવતીની સાથે લગ્ન કર્યું, ને બેઉ જણાં સુખમાં રહેવા લાગ્યાં.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૧૮