પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4 સોનબાઈ સાત ભાઈઓ હતા, સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન. બહેનનું નામ સોનબાઈ. સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ એના ઉપર પ્રાણ પાથરે છે. પણ સાત ભાભીઓથી સોનબાઈનાં લાડ ખમાતાં નહોતાં. માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, “મારી સોનબાઈને કોચવશો મા, હો! સાતેય વહુઓ છાનામાના દાંત ભીંસીને કહે કે ‘હો!’ માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર બેઠી બેઠી સોનબાઈ ઢીંગલે-પોતિયે રમે. એક દિવસ રમતાં રમતાં એક પોતિયું નીચે પડી ગયું. સોનબાઈ એક ભાભીને કહે: ‘‘ભાભી! ભાભી! એ લૂગડું દઈ જાવને!’’ ભાભી કહે: “ઓહો હો! રાજકુંવરીબા! તમારે પગે કાંઈ મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લ્યોને.” સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં. બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા. ભાભી કહેઃ “સોનબાઈ, બેઠાં બેઠાં રોટલા ખાવા નહીં મળે. લ્યો આ બેડું, ભરી આવો પાણી’’. સોનબાઈ પાણી ગઈ. માથેથી બેડું પડી જાય, લૂગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં પાણી રેડ્યું. પાછી બીજું બેડું ભરવા ચાલી. ભાભીએ ગોળાને પાણો માર્યો. એટલે નીચેથી ગોળો નંદવાઈ ગયો ને પાણી બધું ઢોળાઈ ગયું. સોનબાઈ બીજે હેલ્થ ભરીને આવે ત્યાં તો ગોળામાં પાણી ન મળે. બીજે હેલ્થ રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહીં. નદી કાંઠે જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો. દેડકાએ પૂછ્યું, “તને શું થયું છે, નાની બેન!” સોનબાઈ કહે, “ભાભીએ ગોળો ફોડી નાખ્યો, પાણી ભરાતું નથી”. ડોશીમાની વાતો

19

ડોશીમાની વાતો
૧૯